આણંદ

બાંધણી આરોગ્ય કેન્દ્ર રાત્રીના સુમારે બંધ થઈ જતા તાત્કાલિક સારવાર માટે હાલાકી

આણંદ, તા. ૧૬
પેટલાદ તાલુકાના બાંધણી ગામે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાત્રીના સુમારે બંધ કરી દેવામાં આવે છે અને તાત્કાલિક સારવાર લેવા જતા દર્દીઓ કે પ્રસુતાઓને રાત્રીના સુમારે અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરી દેવામાં આવી છે. તેમજ છેલ્લા એક વર્ષથી પ્રસુતિના કેસો લેવામાં નહી લેવામાં આવતા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. તેમજ ગત રાત્રીના સુમારે એક દર્દીને પેટમાં દુખાવો ઉપડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં કોઈ તબીબ કે સ્ટાફ હાજર નહી મળતા દર્દીને તાત્કાલિક સારવાર મળી ન હતી. અને તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. મળતી વિગતો અનુસાર બાંધણી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૨૪ કલાક ખુલ્લું રહેતું દવાખાનું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ દવાખાનામાં રાત્રીના સુમારે ડોક્ટર કે સ્ટાફ હાજર રહેતો નથી. અને જેના કારણે બાંધણી અને આસપાસના લોકોને તાત્કાલિક સારવાર મળતી નથી. અને આસપાસના લોકોને ત્વરીત સારવાર મેળવવા અન્ય હોસ્પિટલોમાં દોડાદોડી કરવી પડે છે. ગત રાત્રીના સુમારે બાંધણી ગામના ભરતભાઈ દિનેશભાઈ સોલંકીને પેટમાં દુખાવો થતા તેઓને ત્વરીત સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં તબીબ કે સ્ટાફ હાજર નહી હોવાના કારણે તેઓને સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ મણીભાઈ સોલંકીએ જણાવ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાક સારવાર ચાલું રહેવી જાેઈએ. તેમ છતાં રાત્રીના સુમારે હોસ્પિટલમાં તબીબે કે સ્ટાફ હાજર રહેતો નથી. જેના કારણે રાત્રીના સુમારે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળતી નથી. તેમજ છેલ્લા એક વર્ષથી પ્રસુતિ બંધ કરી દેવામાં આવી છે અને પ્રસુતિ તેમજ રાત્રીના સુમારે આવતા કેસો અન્ય હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવે છે. તાત્કાલિક સારવાર નહી મળવાના કારણે અનેક દર્દીઓને ગંભીર તકલીફ ઉભી થાય છે. આજથી બે માસ પુર્વે પણ એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેણીને સારવાર અર્થે બાંધણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તબીબ હાજર ન હોય સમયસર સારવાર ન મળતા તેણીને અન્ય હોસ્પિટલમાં ખસેડી પડી હતી અને જેના કારણે મહિલાનું ગર્ભાશય કાઢી નાખવું પડ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને ગત તા. ૪-૬-૨૦૨૦ ના રોજ લેખિત રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button