આણંદ

ખંભાતના મોતીપુરા વણકરવાસ ડેરી પાછળ ખોટી વાતો કરવા બાબતે ઝઘડો થતા મારામારી

આણંદ, તા. ૧૯
ખંભાતના મોતીપુરા વણકરવાસમાં ડેરી પાછળ ખોટી વાતો કરવા બાબતે ઝઘડો થતા બે પરિવારો વચ્ચે મારામારી થતા આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર મોતીપુરા ગામે વણકરવાસમાં ડેરી પાછળ રહેતા દીપીકાબેન કમલેશભાઈ સોલંકીને તેઓના કુટુંબી ચંદુભાઈ ચતુરભાઈ વણકર સાથે જમીન બાબતને લઈને કોર્ટમાં કેસ ચાલે છે. સવારે ૯ વાગ્યાના સુમારે પોતાના સાસુ કમળાબેન અને નણંદ રીપકાબેન સાથે ઘરમાં વાતચીત કરતા હતા. ત્યારે ફળિયામાં રહેતા હંસાબેન ચંદુભાઈ વણકર અને તેઓનો દિકરો મૃગાંગભાઈ કોદાળી લઈને ખેતરમાં જતા હતા ત્યારે તેઓએ રીપકાબેનને ગાળો બોલી તમે મારી ખોટી વાતો કેમ કરો છો તેમ કહી ઝપાઝપી કરી દીપીકાબેનને ધક્કો મારી પાડી દઈ ઈજાઓ કરી તેમજ લાફો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે દીપીકાબેન કમલેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે હંસાબેન ચંદુભાઈ સોલંકી, મૃગાંગભાઈ ચંદુભાઈ સોલંકી, ચંદુભાઈ ચતુરભાઈ સોલંકી, હિમાંશુભાઈ ચંદુભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે હંસાબેન ચંદુભાઈ સોલંકીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રીપકાબેન રતીલાલ સોલંકી, દીપીકાબેન કમલેશભાઈ સોલંકી, કમળાબેન રતીલાલ સોલંકી સહિત ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button