Uncategorizedઆણંદ

વલ્લભ વિદ્યાનગરમાં નિર્ભયાને ન્યાય અપાવવા માટે સત્યાગ્રહ

આણંદ, તા. ૨
વલ્લભવિદ્યાનગરમાં શાસ્ત્રીબાગ પાસે આજે ગાંધી જયંતી નિમિત્તે યુવા કાર્યકર અલ્પેશ પુરોહિત અને વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ઉત્તરપ્રદેશનાં હાથરસમાં બનેલી ધટનામાં નિર્ભયાને ન્યાયની માંગ સાથે સત્યાગ્રહ કર્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં શાસ્ત્રીબાગ પાસે મહાત્માગાંધીની પ્રતિમા પર સુતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કર્યા બાદ ઉત્તરપ્રદેશનાં હાથરસમાં હેવાનીયતનો ભોગ બનેલી નિર્ભયાને ન્યાય મળે તે માટે સત્યાગ્રહ કરતા યુવા નેતા અલ્પેશ પુરોહીતએ જણાવ્યું હતું કે દેશમાં આજે પણ દરીંદાઓ નિર્ભયાઓ પર અત્યાચાર કરી રહ્યા છે,કયાં સુધી દેશમાં નિર્ભયાઓ અત્યાચારનો ભોગ બનતી રહેશે,આ નિર્ભયા એ કોઈ જ્ઞાતી વિશેષ ધર્મ કે સમાજની દિકરી નથી પરંતુ સમગ્ર દેશની દિકરી છે,તેને જાતપાત સાથે જાેડયા વિના દરિંદાઓ દ્વારા જે અધમ કૃત્ય કરવામાં આવ્યું છે.જે માફ કરી શકાય નહી,ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર પાસે તેઓએ માંગ કરી હતી કે આવી આંતકી માનસિકતા ધરાવતા નરાધમ કૃત્ય આચરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ સ્પે પોસ્કો કોર્ટમાં ઝડપથી કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે આરોપીઓને ફાંસીનાં માંચડે ચઢાવવા માંગ કરી હતી.ત્યારે આજે મહાત્માગાંધીની વિચારધારા સાથે અમે માત્ર સરકાર સામે આરોપીઓને સજા કરવાની માંગ કરી રહ્યા છીએ અને જાે સરકાર દ્વારા આરોપીઓને ઝડપથી ફાંસી આપવામાં નહી આવે તો આગામી દિવસોમાં માર્ગો પર ઉતરીને સજા કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અંગે વિદ્યાર્થીની નંદની સરગરાએ પણ જણાવ્યું હતું કે દેશમાં આજે બહેન દિકરીઓ અસલામત બની રહી છે.ત્યારે સરકાર દ્વારા આવા આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button