નવી દિલ્હી

ઉપગ્રહો અને યાન પર પ્રયોગો દરમિયાન સેંકડો ટુકડા ફેલાઇ જાય છે અંતરિક્ષમાં કચરાના કારણે ચિંતા

મોટા ભાગના ટુકડા પૃથ્વી તરફ પડીને ભસ્મીભુત થઇ જાય છે પરંતુ કેટલાક ટુકડા પૃથ્વીની નજીકની સપાટીમાં વર્ષો સુધી સ્થાપિત રહે છે

અંતરિક્ષમાં કચરાના કારણે ચિંતા સતત વધી રહી છે. અંતરિક્ષમાં કોઇ પણ દેશ દ્વારા ઉપગ્રહ અથવા તો યાન પર કરવામાં આવેલા વિધ્વંશક પ્રયોગના કારણે સેંકડો ટુકડા અંતરિક્ષમાં ફેલાઇ જાય છે. જે પૈકી મોટા ભાગના ટુંકડા પૃથ્વી તરફ પડીને ભસ્મ થઇ જાય છે. પરંતુ કેટલાક ટુકડા પૃથ્વીની નજીકની સપાટીમાં પ્રવેશ કરી જાય છે. જ્યાં આ ટુકડા વર્ષો સુધી રહે છે. જાણકાર ભારતીય નિષ્ણાંતો કહે છે કે અંતરિક્ષ કચરાના નિકાલ માટે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. વર્ષ ૧૯૮૩માં અંતરિક્ષમાં નાસાના સ્પેસ શટલની વિન્ડ શિલ્ડના પેન્ટથી એક કણ ટકરાઇ જવાના કારણે સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે તેમાં એક નાનકડા ખાડા જેવી સ્થિતી સર્જાઇ ગઇ હતી. આ બાબત ખુબ જ ચિતાજનક રહી હતી. કારણ કે આના કારણે અંતરિક્ષ યાત્રીઓની જાનને ખતરો હોઇ શકે છે. જાે કે પૃથ્વીની નજીકની સપાટીમાં આવા સંઘર્ષની સમસ્યા ઓછી જાેવા મળે છે. આંકડા પર નજર કરવામાં આવે તો આ વર્ષના આરંભમાં એકથી ૧૦ સેન્ટીમીટર આકારના ટુંકડાની સંખ્યા ૧૦ લાખ હતી. જ્યારે એક સેન્ટીમીટરથી ઓછા આકારવાળા આમાંખુબ વધારે હશે. જ્યારે ૧૦ સેન્ટીમીટરથી વધારે મોટા ટુકડાની સંખ્યા ૩૪૦૦૦ કરતા વધારે છે. ઇતિહાસમાં ચોથી ઓક્ટોબર ૧૯૫૭નો દિવસ કોઇ સામાન્ય દિવસ ન હતો. આ દિવસે પ્રથમ વખત માનવી દ્વારા અંતરિક્ષમાં એક અભૂતપૂર્વ ઉંડાણ ભરી હતી. એ વખતે સોવિયત સંઘદ્વારા સ્પુતનિક-૧ નામના કૃત્રિમ ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. આ ૫૮ સેન્ટીમીટરનમા આકારના એક ઘાતુના કદમાં સાધન હતુ. જેમાં ચાર બહારના એન્ટિના લાગેલા હતા. આ કારનામાના કારણે અંતરિક્ષને જાણે એકાધિકારમાં લેવા માટે એક પ્રકારની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જે હજુ સુધી જારી છે. આ સ્પર્ધાનો હવે અંત આવે તેમ લાગતુ નથી. આનાથી અલગ એક ટેકનોલોજીમાં ક્રાન્તિની શરૂઆત હતી. જેમાં એવા મોટા ભાગના દેશો સામેલ થઇ ગયા હતા જે અંતરિક્ષમાં મોટી સફળતા હાંસલ કરવા માટે ઇચ્છુક હતા. હવે તો અનેક દેશોના ભુ ઉપગ્રહો સંચાર વ્યવસ્થા રિમોટ સેન્સિંગ, મિલેટરીને સમર્પિત અને વૈજ્ઞાનિકોના અભ્યાસ માટે અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઉપગ્રહો સ્થાપિત કરવામાં આવ્યા બાદ અંતરિક્ષમાં કચરાને લઇને પણ સમસ્યા ઉભી થઇ રહી છે. કેટલાક દેશો તો હાલમાં માનવ સહિત અંતરિક્ષ યાત્રાની તૈયારીમાં લાગેલા છે. સામાન્ય રીતે પ્રશ્ન કરવામાં આવે છે કે અંતરિક્ષ ક્યાં છે. આનો સરળ જવાબ જાણીતા વૈજ્ઞાનિક પ્રેડ હોએલે આપ્યો છે. તેમનુ કહેવુ છે કે માત્ર ૧૦૦ કિલોમીટરની ડ્રાઇવ જેટલુ દુર છે. આના માટે આકાશની તરફ જવાની જરૂર છે આ ઉંચાઇ પર પૃથ્વીનુ વાતાવરણ લગભગ નહીની સ્થિતીમાં છે.આ ઉંચાઇ પર પરત ફરતા ફરતા અંતરિક્ષ યાન અથવા તો ઉપગ્રહોના વિઘટનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. કોઇ પણ વસ્તુ માટે રિ એન્ટ્રી અથવા તો બાહરના અંતરિક્ષથી વાતાવરણમાં પ્રવેશ કરવાની બાબત અથવા તો માનવી સહિત અંતરિક્ષ યાન માટે ઘર વાપસી પણ આ ઉચાઇથી થાય છે. મોટા ભાગના ભૂ ઉપગ્રહો પૃથ્વીની નજીકની સપાટીમાં સ્થાપિત કરવામાં આવે છે. જે ૪૦૦થી ૧૦૦૦ કિલોમીટરની ઉંચાઇ પર હોય છે. આ તમામ સપાટી ધ્રુવોથી ૨૦થી ૩૦ ડિગ્રીના કોણની અંદર રહે છે. તેમને ધ્રુવીય ઉપગ્રહ કહેવામાં આવે છે. તેમના પરિભ્રમણ કાળની અવધિ ૯૦ મિનિટ સમાન હોય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે સૌથી ઉપર ભુ સ્થિર સપાટી છે. ભુ ઉપગ્રહો મોટા ભાગે પૃથ્વીની નજીકની સપાટીમાં સ્થાપિત કરવામાં આવે છે આ જ સપાટીમાં અંતરિક્ષ યાનના વિસર્જિત હિસ્સા પણ જુદી જુદી સપાટીમાં બેસે છે. અનેક ઉપગ્રહો લોંચના કારણે સ્થિતી એ થઇ છે કે આની સંખ્યા હવે લાખોમાં થઇ ગઇ છે. આ લાંબા સમય સુધી પૃથ્વીની નજીકની સપાટીમાં પરિભ્રમણ કરે છે. અંતરિક્ષમાં કચરાને અનેક રૂપમાં જાેઇ શકાય છે. જેમાં રોકેટના બુસ્ટર, મૃત ઉપગ્રહો, હાર્ડવેયરના ટુકડા, અને આંતરરાષ્ટ્રીય સ્પેશન સ્ટેશનની બહાર આના યાત્રીઓ દ્વારા છુટી ગયેલી ચીજાે સામેલ છે. અહીં એવા ઉપગ્રહો પણ છે જે અંતરિક્ષમાં કોઇ કારણસર નિષ્ક્રિય થઇ ગયા છે અથવા તો ટુટી ગયા છે. નાના નાના ટુકડા પણ ભરપુર એનર્જી રાખે છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button