આણંદ સલાટીયા વિસ્તારમાં રહેતી પરણિતા પાસે દહેજની માંગ કરી ત્રાસ ગુજારતા સાસરીયા

આણંદ, તા. ૨
આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં આલ્ફા મીશન રોડ ઉપર મરીયમ પાર્કમાં રહેતી પરણિતા પાસે પતિ તથા સાસુ, દિયર પાસે માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી તલાક આપી દેવાની ધમકી આપતા આણંદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ સલાટીયા રોડ ઉપર મરીયમ પાર્કમાં રહેતા આફરીનબેન વસીમભાઈ વ્હોરા સાથે છેલ્લા કેટલાક સમયથી પતિ તથા સાસુ અને ઘરના સભ્યો ભેગા મળીને નાની નાની બાબતે ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. પરણિતાએ દિકરીને જગ્યા આપ્યા બાદ ઘરના સભ્યોના સ્વભાવ બદલાઈ ગયો છે. તથા આફરીનબેનને ઘરખર્ચ માટે પણ વસીમભાઈ નાણાં આપતા નથી. અને અવાર નવાર નાની નાની બાબતે ઝઘડો કરે છે. જ્યારે સાસુ વિહાનાબેન પણ ઘરકામકાજ બાબતે મહેણા ટોણા મારી ઝઘડો કરી દહેજની માંગણી કરીને હેરાન કરી રહ્યા છે. તેમજ આફરીનબેનના પતિ વસીમને ખોટી ચઢવણી કરી તલાક આપવાની વાતો કરે છે. જેથી વસીમ વારે ઘડીએ તલાક આપવાની ધમકી આપે છે. આ અંગે આફરીનબેન વ્હોરાએ આણંદ મહિલા પોલીસ મથકે વસીમભાઈ ઉમરભાઈ વ્હોરા, રેહાનાબેન વ્હોરા અને નઈમભાઈ વ્હોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૯૮(અ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.