આણંદ

કાસોર ગામની વિજયપુરા સીમમાં ખેતરમાં ડાંગર કાપવા બાબતે ઝઘડો કરી ધારીયું માર્યું

આણંદ, તા. ૩
આણંદ તાલુકાના કાસોર ગામની વિજયપુરા સીમમાં ખોબલીવાળા ખેતરમાં ડાંગર કાપવા બાબતે ઝઘડો કરી ધારીયું મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ ભાલેજ પોલીસ મથકે નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર કાસોર ગામના વિજયપુરામાં રહેતા બાલુબેન ગોકળભાઈ ગોહેલ પોતાના ભાભી રાજુબેન અજીતભાઈ ગોહેલના ખેતરમાં ડાંગર કાપવાની મજુરી માટે ગયા હતા ત્યારે કાસોર ગામના રાજેન્દ્રભાઈ વિજયભાઈ ત્રિવેદી અને તેમના પુત્ર અંકિતે આવીને તમે ડાંગર કેમ કાપો છો તેમ કહી ગાળો બોલી બાલુબેનને ધારીયું મારી ઈજાઓ કરી તેમજ અરવિંદભાઈ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે બાલુબેન ગોકળભાઈ ગોહેલે ભાલેજ પોલીસ મથકે રાજેન્દ્રભાઈ વિજયભાઈ ત્રિવેદી, અંકિતકુમાર રાજેન્દ્રભાઈ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button