આણંદ

બાંધણી ચોકડીથી પીપળાવ સુધી વીટકોસ બસ લંબાતા મુસાફરોમાં આનંદ

પેટલાદ, તા. ૦૨
પેટલાદ તાલુકાના બાંધણી ચોકડીથી આણંદ રેલ્વે સ્ટેશનથી છેલ્લા ઘણાં વર્ષોથી આણંદથી બાંધણી ચોકડી સુધી વીટકોસ બસ આશીર્વાદરૂપ છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી સુણાવ અને પીપળાવ ગામના ગ્રામજનોની લાગણી અને માંગણી હતી કે પીપળાવ સુધી વિટકોસ લંબાવવામાં આવે ત્યારે આ બાબતે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલને રજુઆત કરતા તેઓ દ્વારા વીટકોસના અધિકારીઓ સાથે વાતચીત કરીને આણંદથી પીપળાવ સુધી લંબાવવાની મંજૂરી મળતા ગતરોજ સાંજના ૫ઃ૩૦ કલાકે સુણાવ ગામેથી સાંસદ મિતેષભાઈ પટેલના હસ્તે વીટકોસ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતે પણ વીટકોસ બસમાં મુસાફરી કરી હતી. આ પ્રસંગે પેટલાદ તાલુકા ભાજપના પ્રમુખ કનુભાઈ સોલંકી, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, પોરડા, સુણાવ અને પીપળાવ ગામના સરપંચો, સુણાવ કેળવણી મંડળના ચેરમેન ગોપી પટેલ, પ્રદિપભાઈ જે. પટેલ (આમોદ), વીટકોસના ઓનર દીપકભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર ઃ ઝૈનુલ શેખ,પેટલાદ)

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button