આણંદ

નવરાત્રિ હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણનો દ્વારકેશ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ

આણંદ, તા. ૧૭
રાજયના-જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધું જ બજાર પુરૂં પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને ઉજાગર કરવા આણંદના વિદ્યાનગર રોડ પર બિગ બજાર પાસે આવેલ દ્વારકેશ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણ પ્રદર્શનને જિલ્લા કલેકટર આર. જી. ગોહિલે ખૂલ્લો મૂકીને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ શપથ અભિયાનને ધ્યાનમાં રાખીને અહીંના તમામ કારીગરો અને ઉપસ્થિત લોકોને કોવીડ-૧૯ અંગેની શપથ પણ લેવડાવવામાં આવી હતી. ગોહિલે કોવિડ મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનમાં રાજયના આ ક્ષેત્રના કારીગરોના ધંધા-રોજગાર મંદ પડયા હોય ત્યારે આવા કારીગરો રોજગારી મેળવી આર્ત્મનિભર થઇ શકે તે માટે આણંદની હસ્તકલા પ્રેમી જનતાને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા પ્રદર્શન-સહ-વેચાણની મુલાકાત લેવા જણાવ્યું હતું. ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા આયોજીત આ પ્રદર્શન-સહ વેચાણ કેન્દ્ર આ ક્ષેત્રના કારીગરોને આર્ત્મનિભરતા તરફ લઇ જવાના ભાગરૂપે તેઓ રોજગારી મેળવી આર્ત્મનિભર થઇ રાબેતા મુજબના જીવનપંથે આગળ વધી શકે તેવા આશયથી સરકારની અનલોક-પ(પાંચ)ના તમામ નિયમોના પાલન સાથે આ નવરાત્રિ હસ્તકલા પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૬૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે. આણંદની હસ્તળકલા પ્રેમી જનતા આ મેળાની મુલાકાત તા.૨૧મી ઓકટોબર સુધી બપોરે ૧.૦૦ થી રાત્રીનાં ૯.૦૦ કલાક સુધી લઈ શકશે. આ મેળાનું ઇન્ડેક્ષ્ટ-સી, ગાંધીનગર સાથે જોડાયેલ વ્યકિતગત કારીગરો / હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જુથો, સખી મંડળો અને કલસ્ટર્સના કારીગરોને સીધું બજાર પુરૂં પાડવા આયોજન કરવામાં આવે છે. આ મેળામાં કારીગરો દ્વારા ભાતીગળ હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરતકામ, વાંસના રમકડાં, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે, ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટેનો અવસર આ પ્રદર્શન- સહ-વેચાણ પુરો પાડે છે. આ સમગ્ર મેળાનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડી.એમ.શુકલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઈન્ડેક્ષ્ટ-સીના મેનેજર આર.આર. જાદવ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આણંદના જનરલ મેનેજર સૃશ્રી તન્વી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આણંદની કલાપ્રેમી જનતાને આ નવરાત્રિ હસ્તકલા પ્રદર્શન – સહ – વેચાણની મુલાકાત લઇને કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણતક ઝડપી લેવા કાર્યવાહક નિયામક ડી.એમ. શુકલએ અનુરોધ કર્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button