નવી દિલ્હી

આજથી તેજસ એક્સપ્રેસ શરૂ, પશ્ચિમ રેલવે દશેરા અને દિવાળી માટે ૫ વિશેષ ટ્રેન દોડાવશે

અમદાવાદ, તા. ૧૭
૭ મહિના બાદ ફરી તેજસ એક્સપ્રેસ આજથી શરૂ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી બપોરના ૩ કલાક ૩૫ મિનિટ નીકળશે અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રાતે ૯.૫૫ મિનિટે પહોંચશે.
તેજસ ટ્રેનમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.તેજસ ટ્રેનમાં કોરોના પ્રોટેક્શન કીટ મુસાફરોને અપવમાં આવશે. જેમાં માસ્ક, મોજા, સેનીટાઈઝર સહિત અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવશે.
તેમજ મુસાફરોએ ફરજીયાત આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઈલમાં રાખવી પડશે. તેજસ ટ્રેનમાં દરેક કોચ સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ ટ્રેનમાં અપાતી ખાવા પીવાની વસ્તુઓમાં એસોઓ પી નિયમનું પાલન કરાશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button