કિંગ્સ ઇલેવનની ભવ્ય જીતકિંગ્સ ઇલેવન

શારજાહ,તા.૨૭
શારજાહ ખાતે રમાયેલી આઇપીએલની ૪૬મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે કોલકત્તા નાઇટ રાઇડર્સ પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સે નવ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ બે વિકેટે ૧૫૦ રન કરી ગઇ હતી. આની સાથે જ તેની જીત થઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના તમામ ખેલાડીઓ ફરી એકવાર શાનદાર ફોર્મમાં આવી રહ્યા છે. પહેલા બેટિંગ કરતા કોલકત્તાએ નવ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. જેમાં શુભમન ગીલે ૪૫ બોલમાં ૫૭ રન કર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. રાણા શુન્યમાં આઉટ થયો હતો. ત્રિપાઠી સાત રન કરીને આઉટ થયો હતો. કાર્તિક શુન્યમાં આઉટ થયો હતો. કેપ્ટન મોર્ગને ૨૫ બોલમાં ઝડપથી ૪૦ રન કર્યા હતા. મોહમ્મદ શામીએ ૩૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જાેર્ડેને બે વિકેટ ઝડપી હતી. જવાબમાં કિંગ્સ ઇલેવને સરળતાથી રન કરી લીધા હતા. રાહુલ ૨૮ રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ મનદીપે અણનમ ૬૬ રન કર્યા હતા. ક્રિસ ગેઇલે ૨૯ બોલમાં ૫૧ રન કર્યા હતા. જેમાં પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. ક્રિસ ગેઇલ ફરી એકવાર જાેરદાર ફોર્મમાં આવી રહ્યો છે. તેપહેલા અબુ ધાબી ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની ૪૫મી મેચમાં રાજસ્થાન રોયલ્સે જંગી સ્કોરનો પીછો કરીને પણ મુંબઇ ઇન્ડિયન્સ પર જીત મેળવી હતી. આની સાથે જ ચેન્નાઇ સુપર હવે સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે. આ હાઇ સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરીને મુંબઇએ પાંચ વિકેટે ૧૯૫ રન કર્યા હતા. જાે કે તેના જવાબમાં રાજસ્થાને માત્ર બે વિકેટ ગુમાવીને આ રન કરી લીધા હતા. રાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે ૬૦ બોલમાં ૧૪ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે૧૦૭ રન કર્યાહતા. સેમસને ૩૧ બોલમાં અણનમ ૫૪ રન કર્યાહતા. જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તે પહેલા મુંબઇએ જાેરદાર બેટિંગ કરી હતી અને ૧૯૫ રન કર્યાહતા. હાર્દિક પંડ્યાએ ૬૦ રન કર્યા હતા. ૨૧ બોલમાં આ રન કર્યા હતા. જેમાં સાત છગ્ગાનો સમાવેશ થાય છે. યાદવે ૪૦ રન કર્યાહતા. આઇપીએલમાં કિંગ્સ ઇલેવનની વાપસી થઇ છે. મેન ઓફ ધ મેચ