જીલ્લામાં ૩૫૦ થી વધુ પોલીસ કર્મચારીઓની બદલીઓનો તખ્તો તૈયાર


આણંદ, તા. ૪
ખંભાતમાં થયેલા તોફાનો બાદ નવનિયુક્ત પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૩૫૦ થી વધુ પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીઓ કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એક જ પોલીસ મથકમાં ત્રણ વર્ષથી વધુ સમય નોકરી કરી હોય તેવા કર્મચારીઓની બદલીઓ કરવામાં આવનાર છે અને તેમાં આણંદ ટાઉન અને ખંભાત ટાઉન પોલીસ મથકના સૌથી વધુ પોલીસ કર્મચારીઓની બદલીઓ હોવાનું જાણવા મળેલ છે. ખંભાત શહેરમાં તાજેતરમાં થયેલા કોમી તોફાન બાદ આ તોફાનોને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આણંદના પોલીસ અધિક્ષક પદે આઈપીએસ અધિકારી અજીત રાજીયાનીની નિયુÂક્ત કરવામાં આવી હતી. અને ત્યારબાદ અજીત રાજીયાનીએ સીધા જ ખંભાત ટાઉન પોલીસ મથકમાં પહોંચી તોફાનો સામે કડક હાથે પગલા લઈ તોફાનોને ડામી દઈ શહેરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ પ્રસરાવ્યું હતું. ત્યારબાદ ખંભાત શહેર પોલીસ મથકમાંથી મોટાપાયે પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવા માટે પોલીસ અધિક્ષક દ્વારા કાર્યવાહી હાથ ધરી તેઓએ ખંભાત શહેરની સાથે સાથે સમગ્ર જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ત્રણ વર્ષથી વધુ નોકરી થઈ હોય તેવા પોલીસ કર્મચારીઓનું લીસ્ટ પણ તૈયાર કરી ૩૫૦ થી વધુ પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીઓ કરવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. અને તે માટે લીસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આગામી ૨૪ થી ૪૮ કલાકમાં આ બદલીઓના ઓર્ડરો કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જાવામાં આવી રહી છે. જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસ અધિક્ષક અજીત રાજીયાની દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરુપે ૩૫૦ થી વધુ પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીઓ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. જાકે આ બદલીઓને લઈને કેટલાક પોલીસ કર્મચારીઓમાં નારાજગી પણ જાવા મળી રહી છે. જે પોલીસ કર્મચારીઓના બાળકો ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ધો. ૧૦ અને ૧૨ માં આવતા હોય અને બોર્ડની પરીક્ષા આપનારા હોય આ બદલીઓના કારણે આ બાળકોની અભ્યાસની તૈયારીઓ પર અસર પડશે. જેથી જે પોલીસ કર્મચારીઓના બાળકો ૨૦૨૦-૨૧ માં ધો. ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા હોય તેવા પોલીસ કર્મચારીઓને બદલીઓ ભલે થાય પરંતુ તેઓને તે એક વર્ષ માટે તેમની ફરજના સ્થાનેથી છુટા કરવામાં ન આવે અને ૨૦૨૧ ની બોર્ડની પરીક્ષાઓ બાદ જ તેઓને છુટા કરવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે.