નવી દિલ્હી

પેન્સિલવેનિયા,એરિઝોના,નેવાદામાં આગળ અમેરિકા ઃ બિડેન જીત તરફ

વોશિગ્ટન,તા.૭
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઇ ગયા બાદ હજુ પણ મતગણરી ચાલી રહી છે. પરંતુ ડેમોક્રેટસ ઉમેદવાર જાે બિડેનની જીત નક્કી દેખાઇ રહી છે. તેઓ વર્તમાન પ્રમુખ ટ્રમ્પથી ખુબ આગળ નિકળી ગયાછે. પેન્સિલવેનિયામાં બિડેને ટ્ર્‌મ્પ પર ૧૨ હજારની લીડ મેળવી લીધી છે. બિડેન અન્ય બે શહેરો એરિજાેના અને નેવાદામાં પણ આગળ નિકળી ગયા છે. વ્હાઇટ હાઉસમાં પહોંચવા માટે કોઇને ૫૩૮ પૈકી ૨૭૦ ઇલેક્ટોરલ મતજરૂરી હોય છે. બિડેન ઐતિહાસિક ચૂંટણી જીતતા નજરે પડી રહ્યા છે. જ્યોર્જિયામાં પણ બિડેને લીડ મેળવી લીધી છે. અહીં રિપબ્લિકન પાર્ટીની હમેંશા જીત થતી રહી છે. ટ્ર્‌મ્પે મિશિગન, જ્યોર્જિયા અને નેવાદામાં કેસ કર્યા છે. હાઇટ હાઉસની રેસમાં બિડેન આગળ છે ત્યારે કેટલાક ભાગોમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન જારી છે. પૂર્વ ઉપ પ્રમુક બિડેન ૨૬૪ ઇલેક્ટોરલ મત હજુ સુધી ધરાવે છે. તેઓ આગામી પ્રમુખ બનવા જઇ રહ્યા છે. ટ્રમ્પમને ૨૧૪ ઇલેક્ટોરલ મત મળ્યા છે. કુલ ઇલેક્ટોરલ મતની સંખ્યા ૫૩૮ રહેલી છે. અમેરિકામાં બહુમતિ માટેનો આંકડો ૨૭૦ ઇલેક્ટોરલ મતનો રહેલો છે. ટ્રમ્પે કહ્ય છે કે ગેરકાયદે મતની ગણતરી કરવામાં આવી રહી છે.બીજી બાજુ સિંહાસન હાથમાંથી સરકી જતા વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક ટીમ કોર્ટ પહોંચી ગઇ છે. ટ્રમ્પની પ્રચાર ટીમ હવે બાકી રહેલા રાજ્યોમાં મતગણતરી રોકવા માટે અપીલ કરી રહ્યા છે. જાેર્જિયામાં ટ્રમ્પની ટીમે આરોપ કર્યો છે કે મોડીરાત્રથી આવનાર ૫૩ મતદારોને પણ મતદાન કરવાની તક આપવામાં આવી છે. તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી અધિકારી ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપી રહ્યાછે. આ પહેલા મતગણતરી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. જાે કે ટ્રમ્પનો આ સૌથી વધારે કેસો નોંધાયા છે. વિશ્વના તમામ દેશો કોરોનાના કારણે પરેશાન છે. કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે.સ્થિતીમાં હાલમાં સુધારો થાય તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. સ્થિતી હજુ વણસી શકે છે. વિશ્વમાં કોરોનાના લાખો નવા કેસો સપાટી પર આવ્યા છે. મોતના આંકડામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા પરથી અંદાજ મુકી શકાય છે કે સ્તિતી હજકેટલી ગંભીર બનેલી છે. કોરોનાના કેસોની સંખ્યા અમેરિકામાં સૌથી વધારે છે. રશિયા પણ સૌથી વધારે અસરગ્રસ્ત દેશોની યાદીમાં છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button