નવી દિલ્હી

દિવાળી બગાડશે સરકાર !ઃ રાજકોટ, અમદાવાદ, સુરતમાં ફટાકડા પર પ્રતિબંધ ?

નવી દીલ્હી,તા.૭
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એજન્સી દ્વારા તમામ રાજ્યો પાસે ફટાકડા ફોડવા અંગેના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર અને કણર્ટિકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવશે કે નહીં તે બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે હજી સુધી આ બાબતે કોઈ જ પ્રકારનો ર્નિણય લીધો નથી. પરંતુ બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યના મહાનગરોમાં પ્રદૂષણની માત્રા ને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવશે તેવી સંભાવના વધી જવા પામી છે.
જે અંગે તા .૯મી નવેમ્બર પહેલા રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવશે રાજ્યમાં ફટાકડા ફોડવા કે નહીં. જ્યારે હજૂ સુધી રાજ્ય સરકારે ફટાકડા બાબતે કોઈ જ પ્રકારનો ર્નિણય કર્યો ન હોવાનું નિવેદન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આપ્યું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા પ્રદૂષિત શહેરોમાં કદાચ ફટાકડા નહીં ફુટે તેવી પણ શકયતાઓ વધારે સેવાઇ રહી છે.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવને ફટાકડા ફોડવા કે નહીં તે બાબતની નોટીસ મોકલવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવશે. જેને ધ્યાનમાં લઇને સમગ્ર દેશમાં રાજસ્થાન, કણર્ટિક અને ઓરિસ્સા જેવા રાજ્યોએ ફટાકડા નહીં ફોડવાનો ર્નિણય કર્યો છે. આમ રાજસ્થાન, કણર્ટિક અને ઓરિસ્સા રાજ્યની સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફટાકડા પર પ્રતિબંધ મૂકાશે કે નહીં એ અંગે હજૂ સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. જે કારણે હાલ ફટાકડાના વેપારીઓમાં અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં મોંઘવારીના માર ઉપરાંત ફટાકડા પર પ્રતિબંધ આવશે, તો ફટાકડાના વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે.દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાનું મહત્વ છે. પરંતુ ફટાકડાના કારણે પ્રદૂષણમાં પણ વધારો થાય છે, ત્યારે રાજ્યના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દિવાળીના તહેવારમાં ફટાકડા નહીં ફોડવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે. જેને ધ્યાનમાં લઇને તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિભાગ સાથે બેઠક યોજી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button