આણંદ

નાપાડ-વાંટા ગામે તળાવ ખોદકામ માટે આપી દેતા ગ્રામજનોએ કલેકટરને રજુઆત કરી

આણંદ, તા. ૫
નાપાડ-વાંટા તાબે ચાણસીપુરા ગામમાં આવેલ તળાવમાં પાણી ભરેલું છે અને દરરોજ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પશુપાલકો પોતાના પશુને તળાવનું પાણી પીવડાવે છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાં પાણી હોવા છતાં આજુબાજુના વિસ્તાર ખોદકામ માટે આપી દેતા પશુ પાલકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે અને આણંદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. નાપાડ-વાંટાના સરપંચે તળાવની ચારેયબાજુ ખોદકામ કરવા માટે મંજુરી આપી છે. જાકે તળાવમાં હાલ પાણી ભરાયેલું છે અને દરરોજ મોટી સંખ્યામાં પશુઓને પાણી પીવડાવવા માટે ગ્રામજનો લાવે છે. જા તળાવની આજુબાજુની ધારો ખોદીને ઉંડી કરવામાં આવશે તો પશુઓને પાણી પીવડાવાનો પ્રશ્ન ઉભો થશે. આ બાબતે ગ્રામજનોએ સરપંચને વારંવાર રજુઆત કરવા છતાં તેઓ કામ અટકાવતા નથી અને તળાવની આજુબાજુ ખોદકામ કરવાથી ભવિષ્યમાં કોઈ જાનહાની થવાની પણ સંભાવના રહેલી છે. જે બાબતે ગામના જાગૃત નાગરિકો અને પશુપાલકો ભેગા મળીને આણંદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તળાવની ફરતે ખોદકામ અટકાવાની માંગ કરી છે. તેમ છતાં ખોદકામ નહી અટકે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button