નગ્ન તસવીર માટે મિલિંદનું ઉપરાણુ લેવું પૂજા બેદીને ભારે પડ્યુંઃ નાગા સાધુ સાથે સરખામણી બદલ સાધુ સમજે કરી ટીકા

નવી દીલ્હી,તા.૧૩
અભિનેતા મિલિંદ સોમાને થોડાક દિવસ પહેલા બીચના કિનારે તેની નગ્ન તસવીર શેર કરી હતી. જે બાદ ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી આ વચ્ચે અભિનેત્રી પૂજા બેદી મિલિંદ સોમનના સપોર્ટમાં આવી હતી અને તેની નગ્ન તસવીરની તુલસના નાગા સાધુઓ સાથે કરી હતી. જે બાદ દેશના ૧૩ માન્યતા પ્રાપ્ત હિન્દુ મઠોના સર્વોચ્ચ નિકાય અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી)એ પૂજા બેદીની સખત નિંદા કરી છે.
એબીએપી પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, કોઈ મોડેલ અથવા ફિલ્મ કલાકારની નગ્નતા અને અભદ્રતાની તુલના નાગા તપસ્વીઓની પરંપરા સાથે કરવી ખોટી છે. તેણે કુંભમાં થોડો સમય પસાર કરવો જોઈએ અને નાગા તપસ્વીઓની મુશ્કેલ તપસ્યાને જોવી જોઇએ.
ગીરીએ આગળ કહ્યું, પૂજા બેદીને નાગા પરંપરાની કોઈ જાણકારી નથી. અમે આવતા વર્ષે હરિદ્વારમાં યોજાનારા મહાકુંભમાં પૂજાને આમંત્રણ આપીશું જેથી તે નાગા તપસ્વીઓ વિશે વધુ માહિતી મેળવી શકે. તેમણે કહ્યું કે વૈષ્ણવ અને દિગમ્બર જૈન પરંપરાઓમાં નાગા તપસ્વીઓ જોવા મળે છે અને સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આ તપસ્વીઓને જીવનમાં તીવ્ર તપસ્યા અને ત્યાગ કરવો પડે છે.મિલિંદે તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર તેની નગ્ન તસવીર પોસ્ટ કરી હતી, જેને તેની પત્નીએ ક્લિક કરી હતી. જે બાદ ગોવા પોલીસે મિલિંદ સામે પણ અશ્લીલતાને પ્રોત્સાહન આપવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો હતો.
જ્યારે પૂજા બેદીએ અભિનેતાના બચાવમાં કહ્યું, મિલિંદ સોમનના આ ફોટામાં કંઇપણ અભદ્ર નથી. અશ્લીલતા જોવા વાળાની કલ્પ્નામાં હોય છે જો નગ્નતા એક ગૂનો છે તો દરેક નાગા બાબાઓની ધરપકડ કરવી જોઇએ.