આણંદ

ખંભાતના મેતપુર રોડ ઉપર રહેતી ૧૫ વર્ષની કિશોરીને યુવક ભગાડીને લઈ ગયો

આણંદ, તા. ૨૬
ખંભાત શહેરમાં મેતપુર રોડ ઉપર ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિર નજીક રહેતી ૧૫ વર્ષીય કિશોરીને અકબરપુર મોટી ચુનારવાડમાં રહેતો યુવક ફોસલાવી પટાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડીને લઈ જતા આ બનાવ અંગે ખંભાત સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં મેતપુર રોડ ઉપર ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિર નજીક રહેતા કોકીલાબેન સંજયભાઈ ચુનારાની દિકરી કીંજલ ઉ.વ. ૧૫ ની સગાઈની વાત ખંભાત શહેરમાં અકબરપુર મોટી ચુનારવાડમાં રહેતા રાહુલભાઈ પ્રકાશભાઈ ચુનારા સાથે ચાલતી હતી. પરંતુ રાહુલભાઈ કોઈ કામધંધો કરતો ન હોય કીંજલની સગાઈ તેની સાથે કરી ન હતી. રાહુલ છેલ્લા પંદર વર્ષથી સુરત ગુડાદરા ખાડી વિસ્તારમાં સ્વામીનારાયણ સોસાયટીમાં રહે છે. રાહુલ ગત તા. ૨૦-૧૧-૨૦૨૦ ના રોજ પોતાના માતા પિતા સાથે અકબરપુર ચુનારવાડમાં પોતાના ઘરે માતાજીની વિધિ કરવા માટે આવ્યા હતા. અને ત્યારબાદ ગત તા. ૨૫-૧૧-૨૦૨૦ ના રોજ કીંજલ કપડાની સીલાઈ કરાવવા માટે જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત નહી આવતા તેણીના પરિવારજનોએ કીંજલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કીંજલનો કોઈ પત્તો ન લાગતા તેઓએ રાહુલના ઘરે તપાસ કરતા રાહુલ પણ તેના ઘરેથી ગુમ હતો અને તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. જેથી રાહુલ કીંજલને ભગાડીને લઈ ગયો હોવાનું જણાતા આ બનાવ અંગે કોકીલાબેન સંજયભાઈ ચુનારાએ ખંભાત સીટી પોલીસ મથકે રાહુલભાઈ પ્રકાશભાઈ ચુનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button