નવી દિલ્હી

હિમાચલ,ઉત્તરાખંડ,કાશ્મીરમાં બરફની ચાદર વવિધ ભાગોમાં હિમવર્ષા

નવી દિલ્હી,તા.૨૭
જમ્મુકાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના ઉંચાણવાળા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. સાથે સાથે ઠંડીમાં એકાએક તીવ્ર વધારો થયો છે. લોકોને ગરમ વસ્ત્રોમાં રહેવાની ફરજ પડી રહી છે. ઉત્તરાખંડમાં બદરીનાથ, કેદારનાથ અને યમનોત્રી અને ગંગોત્રી સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. ભારે હિમવર્ષાના કારણે પહેલાથી પ્રવાસમાં પહોંચેલા પ્રવાસીઓને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાે કે હિમવર્ષાના કારણે આનંદ માણનાર લોકો ભારે રોમાંચિત થયેલા છે. જાે કે કેટલાક લોકોને ઘર અને હોટેલોમાં રહેવાની ફરજ પડી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષા જારી રહી હતી. જેના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હેમકુંડ સાહિબની સાથે સાથે ગઢવાલ કુમાઉ જેવા ક્ષેત્રોમાં ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. આગામી બે ત્રણ દિવસ સુધી ભારે હિમવર્ષા અને વરસાદ જારી રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ પહેલી ડિસેમ્બર સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી શકે છે. ભારે હિમવર્ષાના કારણે લોકો સાવધાન થઇ ગયા છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં વધારે ઠંડી માટે યેલો અલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. બીજી બાજુ એકાએક ઠંડીના ચમકારાના કારણે બાળકો અને મોટી વયના લોકો જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનના સકંજામાં આવી ગયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં હવે ઠંડી ધીમે ધીમે વધી રહી છે. ખાસ કરીને રાજસ્થાનનાવિવિધ ભાગો તો નીચા તાપમનમાં પહોંચી ગયા છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુ, અજમેર, પુષ્કર, સિકર અને અન્ય વિસ્તારોમાં હવે પારો સતત ગગડી રહ્યો છે. હિમાચલપ્રદેશમાં જુદા જદા વિસ્તારમાં હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. ઠંડા પવન ચારેબાજુ ફુંકાવવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી ઠંડી વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, પંજાબ અને હરિયાણા અને રાજસ્થાનના મેદાની ભાગોમાં ઠંડીની જાેરદાર શરૂઆત થઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button