આણંદ

બોરસદ સિંચાઈ વિભાગની આડોડાઈને લઇ ૫૦ વીઘા ખેતી પાકમાં પાણી પ્રવેશી ગયા

આણંદ, તા. ૨
બોરસદ તાલુકાના રાસ તાબે આવેલ કઠોલ મોટી નહેર વિશાખા પાસે આવેલ ખેતરોમાં ઉભી ડાંગરમાં પાણી પ્રવેશી જતા ખેડૂતોને ભારે નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે સિંચાઈ વિભાગને જાણ કરવા છતાં સિંચાઈ વિભાગએ નહેરમાં વધુ ફોર્સથી પાણી છોડતા લીકેજમાં થઇ પાણી આજુબાજુના ખેતરોમાં પ્રવેશી ગયા છે સિંચાઈ વિભાગ દ્વારા મોટી નહેર વિશાખા કેનાલમાં દહેવાણ તરફના ખેડૂતોને પાણી મળી રહે તે માટે બે દિવસ અગાઉ પાણી છોડવામાં આવેલ પરંતુ રાસ તાબેના કઠોલ માર્ગ પર આવેલ કેનાલની આજુબાજુ આશરે ૫૦ વીઘા જમીનમાં હજુ ડાંગરનો પાક કેટલીક જગ્યાએ ઉભો છે જયારે કેટલીક જગ્યાએ કાપણી કરી ખેતરોમાં રાખવામાં આવેલ છે જ્યાં નહેરમાં પાણી છોડવામાં આવતા નહેરના લીકેજમાંથી પાણી ખેતરોમાં પ્રવેશી ગયા હતા જેને લઇ ખેડૂતોએ મહામહેનતે રાત દિવસ જોયા વગર કરેલ મહેનત પાણીમાં ગઈ છે જેને લઇ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે સિંચાઈ વિભાગના અધિકારીઓને આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવી હતી પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓએ આડોડાઈ પર ઉતરી નહેરમાં વધુ ફોર્સથી પાણી છોડવામાં આવતા હાલ ખેતરોમાં પાણી પ્રવેશી ગયા છે અને ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.રાસ તાબેના ખેડૂતોએ આશરે ૨૦૦ વીઘાથી વધુ ખેતરોમાં ડાંગરનો પાક કરવામાં આવેલ છે અને પાક તૈયાર થતા ખેડૂતો દ્વારા ધીરે ધીરે કાપણી હાથ ધરવામાં આવી છે જેમાં કેટલીક ડાંગર કપાઈ ગયેલ છે જયારે કેટલીક હજુ ઉભેલી છે આ ઉભેલી ડાંગરમાં નહેરના પાણી પ્રવેશી જતા ડાંગર નમી ગઈ છે અને પાક નિસ્ફળ ગયું છે.
આ બાબતે સ્થાનિક ખેડૂત હિતેશભાઈ મફતભાઈ પઢીયારએ જણાંવ્યું હતું કે અમારી ડાંગર હજુ ખેતરમાં છે અને ધીરે ધીરે તેની કાપણી ચાલી રહી છે પરંતુ સિંચાઈ વિભાગએ એકાએક પાણી છોડતા લીકેજમાં થઇ પાણી નહેરથી ખેતરોમાં ઘુસી ગયું છે જેને લઇ અમારા પાકને વ્યાપક અસર પહોંચી છે આ બાબતે અમે નડિયાદ સિંચાઈ વિભાગ,આણંદ સિંચાઈ વિભાગ તેમજ બોરસદ સિંચાઈ વિભાગને રજુઆત કરી હતી છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓએ અમારી રજુઆત ધ્યાને લીધી નહિ જેને લઇ અમારો પાક નિસ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે વધુમાં અમે ડાંગરનો પાક કાઢી શિયાળા પાકની તૈયરી માટે ખેતરમાં ટ્રેકટર મારવા પણ રાહ જોવી પડશે જ્યાં સુધી પાણી ભરાયેલું રહેશે ત્યાં સુધી ટ્રેકટર નહિ મારી શકાય જેને લઇ અમારે તો શિયાળા પાકમાં પણ નુકશાની વેઠવાનો વારો આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button