BankingBreakingનવી દિલ્હી

HDFC Bank પર RBIના પ્રતિબંધનો શું છે અર્થ? ગ્રાહકો પર શું પડશે અસર?

  • RBIએ HDFC બેઁક પર મોટી કાર્યવાહી કરતા ડિજિટલ લૉન્ચ અને નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવા પર અસ્થાયી રોક લગાવાનો આદેશ આપ્યો

 ઓનલાઇન સેવાઓમાં વારંવાર ટેકનીકલ સમસ્યાઓને જોતાં રિઝર્વ બેંક (RBI)એ એચડીએફસી બેંક (HDFC Bank)ના નવા ડિજિટલ લૉન્ચ અને નવા ક્રેડિટ કાર્ડ (Credti Card) ઇસ્યૂ કરવા પર રોક લગાવી દીધી છે. આરબીઆઇએ અસ્થાયી રીતે આ રોક લગાવી છે. સાથોસાથ એવું પણ કહ્યું છે કે બેંક બોર્ડ (HDFC Bank Board) તપાસ કરે કે કેમ વારંવાર આ ટેકનીકલ સમસ્યાઓ આવી રહી છે અને તેના માટે કોણ જવાબદાર છે. મૂળે, એચડીએફસી બેંકમાં ફરી ટેકનીકલ સમસ્યાના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગત બે વર્ષમાં ત્રીજી વાર આવું થયું છે જ્યારે આ પ્રાઇવેટ બેંકમાં આ સમસ્યા ઊભી થઈ છે. એવામાં આપના માટે એ જાણવું જરૂરી છે કે એચડીએફસી બેંકના ગ્રાહક તરીકે આરબીઆઇના આ આદેશથી શું અસર પડશે..

શું છે આરબીઆઇનો આદેશ?

Advertisement

રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને ડિજિટલ 2.0 હેઠળ તમામ ડિજિટલ બિઝનેસ જનરેટિંગ ગતિવિધિઓના લૉન્ચને રોકવા માટે કહ્યું છે. બેંકે એ તમામ પ્રસ્તાવિત બિઝનેસ પર રોક લગાવી છે, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા ઉપર પણ રોક લગાવી દીધી છે. જ્યારે બેંક તરફથી તમામ સંબંધિત નિયમોનું પાલનને પૂરા કરી દેવામાં આવશે તો તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.

એચડીએફસી બેંકે કહ્યું છે કે આ કાર્યવાહીથી બેંકના સંચાલન પર કોઈ અસર નહીં પડે. બેંકના ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ બેન્કિંગ સેવાઓના સંચાલન પર આરબીઆઇના આ આદેશની કોઈ અસર નહીં પડે. એચડીએફસી બેંકની પાસે દેશભરના 2848 કસ્બા/શહેરોમાં 15292 ATM છે. એચડીએફસી બેંકે 1.49 કરોડ ક્રેડિટ કાર્ડ અને 3.38 કરોડ ડેબિટ કાર્ડ ઇસ્યૂ કર્યા છે.

Advertisement

HDFC બેંકની સામે વારંવાર કેમ સમસ્યા આવી રહી છે?રિપોર્સ્ન મુજબ, એચડીએફસી બેંકમાં આ સમસ્યાનું પ્રાથમિક કારણ ડેટા સેન્ટરમાં પાવર ફેલ્યોર છે. પહેલા જ બેંકની સામે આવી સમસ્યા આવી ચૂકી છે. તેને ધ્યાને લેતાં આરબીઆઇ હવે તેની વિગતો જાણવા માંગે છે જેથી બેંકના એટીએમ ઓપરેશન્સ, કાર્ડ્સ અને UPI લેવડ-દેવડમાં તકલીફ ન ઊભી થાય.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button