નવી દિલ્હી

હેપ્પી બર્થ ડે ટુ યુ સોનિયાજીઃ ભારતીય રાજકારણની આજની સૈાથી સફળ મહિલા

નવી દિલ્હી તા.૯
ભારતીય રાજકારણની આજની તારીખમાં સૈાથી સફળ મહિલા અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીનો આજે જન્મદિવસ છે. જાેકે હાલ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે તેમણે મંગળવારે જ જાહેર કરી દીધું હતું કે હું મારો બર્થ ડે ઊજવવાની નથી.
૧૯૯૧માં રાજીવ ગાંધીની ચીકમંગલુરમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન થયેલી સૂસાઇડ બોમ્બર દ્વારા હત્યા બાદ સોનિયા ગાંધી વડા પ્રધાન બની શકે એવી પૂરી શક્યતા હતી. પરંતુ તેમણે પી વી નરસિંહરાવને વડા પ્રધાન બનાવ્યા. નરસિંહરાવના શાસનમાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતો વિવાદાસ્પદ ઢાંચો તૂટ્યો અને એ સાથે મુસ્લિમોની કોંગ્રેસમાની શ્રદ્ધા પણ ડગી ગઇ.
મૂળ ઇટાલીના સોનિયા ગાંધીએ ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે તેમના મોટા પુત્ર પાઇલટ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ કોઇ અકળ કારણસર તેમણે વરસો સુધી ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું નહોતું. જાે કે ઇંદિરા ગાંધીને નાની પુત્રવધૂ મેનકા કરતાં સોનિયા માટે વધુ પક્ષપાત હતો. નરસિંહરાવની સરકાર ગયા પછી પણ એકવાર સોનિયાજીને વડા પ્રધાન બનવાની તક હતી પરંતુ ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત ડૉક્ટર અબ્દુલ કલામે તેમને તક આપી નહોતી. એનાં કારણો અલગ હતાં.૧૯૯૦ના દાયકાથી સોનિયા ગાંધી કોંગ્રેસના સર્વેસર્વા રહ્યાં છે. હિન્દી ભાષા પર પૂરતો કાબુ નહીં હોવા છતાં તેમણે સભાઓ ગજવી છે અને વિપક્ષોને હંફાવ્યાં છે. હાલ તેઓ પક્ષના કાર્યકારી પ્રમુખ છે. જાન્યુઆરીમાં નવા પ્રમુખ પસંદ કરવાના છે. સોનિયાજીની સૌથી મોટી કરુણતા એ છે કે તેમને રાજકીય વારસ શોધ્યો જડતો નથી. રાહુલ ગાંધીમાં વૈચારિક પ્રૌઢિ (મેચ્યોરિટી)નો અભાવ છે એવું મોટા ભાગના રાજકીય સમીક્ષકો માને છે, એક સમયના કોંગ્રેસના સાથીદાર હાલ એનસીપીના પ્રમુખ ખુદ શરદ પવારે તાજેતરમાં એવોજ અભિપ્રાય ઉચ્ચાર્યો હતો કે રાહુલ ગાંધીમાં રાજકીય સ્થિરતા (કન્સીસ્ટન્સી ) નથી. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ પોતાની આત્મકથામાં રાહુલની મોઘમ ટીકા કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button