આણંદ

ડિસેમ્બરમાં ૫૦૦ થી વધુ લગ્ન કેન્સલ રહેતા ફ્લાવર માર્કેટ, બ્યુટી પાર્લર સહિતના ધંધામાં કરોડોનું નુકસાન

આણંદ, તા. ૧૨
ચરોતર એટલે એનઆરઆઇ પ્રદેશ ગણાય છે. જયાં હાલમાં ૬૦ ટકા પરિવારોના સભ્યો વિદેશમાં સ્થાઇ થયા છે. દરવર્ષે એનઆરઆઇ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન કરવા માટે ૫૦૦ની આસપાસ પરિવાર આવે છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીને પગલે અમેરિકા, લંડન, કેનેડા સહિતના દેશોમાં લોકડાઉન છે. તેમજ ઇન્ટરનેશનલ ફલાઇટો બંધ છે.તેના કારણે આ વખતે એનઆરઆઇ પરિવારો વતનમાં આવ્યા નથી.તેમજ દરવર્ષે આ સીઝનમાં ત્રણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લગ્ન યોજાતા હતા. તેમાંથી ૬૦૦ થી વધુ એનઆરઆઇ પરિવારના રહેતા હતા.તેના કારણે દિવાળીથી ચરોતરના બજારો એનઆરઆઇ ખરીદી માટે ઉમટી પડતા હતા. પરંતુ આ વખતે એનઆરઆઇ કોરોના પગલે આવી શકયા નથી. તેમજ કેટલાક એનઆરઆઇને તો આ વર્ષે લગ્ન મોકુફ રાખવાનો વખત આવ્યો છે.જેના કારણે ચરોતરના કેટરર્સ, કાપડ બજાર, કોસ્મેટીક બજાર, સોની બજાર સહિત નાના મોટા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. એનઆરઆઇ સીઝન હોવા છતાં ૧૦ ટકા ધંધો – નવેમ્બર ડિસેમ્બર એટલે એનઆરઆઇની લગ્ન સીઝનર વખતે લગ્ન સિઝનમાં માત્ર ૯ ટકા ધંધો થઇ રહ્યો છે. દરવખતે આ ગાળા દરમિયાન ૫૦ લાખનો ધંધો થતો હતો. તેમાંથી ૪૦ મોટી દુકાનમાં દૈનિક ૫૦ લાખનો ધંધો થાય તેમાંથી ૪૦ લાખનો ધંધો એનઆરઆઇ દ્વારા થતો હતો તેમાંથી ૪૦ લાખનો ધંધો તો એનઆરઆઇ થકી થતો હતો. પરંતુ આ વખતે એનઆરઆઇ પરિવારો આવ્યા નથી. દૈનિક માંડ ૩ થી ૪ લાખનો ધંધો થઇ રહ્યો છે. તેના કારણે સોની બજારને ભારે ફટકો પડયો છે. એક લગ્ન પાછળ સામાન્ય માનવીથી લઈ મોટા વેપારીઓ જાેડાયેલા હોય છે. ખાસ કરીને કેટરર્સ ઉદ્યોગને પણ ભારે નુકસાન ગયું છે. જ્યારે કેટરર્સ ઉદ્યોગ સાથે જાેડાયેલા મજુરો અને યુવકોને ચાલુ વર્ષની રોજીરોટી પણ ગુમાવવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત ફ્લાવર માર્કેટને પણ તેની સીધી અસર વર્તાય છે. લગ્ન સાદાઈથી થતા હોવાથી ફુલોની માંગ ઘટી છે અને ફુલોના વ્યવસાય સાથે જાેડાયેલા માળી સમાજ સહિતના લોકોને પણ મોટું નુકસાન ગયું છે. આ ઉપરાંત વાળંદ સમાજ અને અન્ય સમાજાેને પણ લગ્ન થકી સારી આવક થતી હોય છે. પરંતુ આ વખતે ભારે ખોટ ગઈ છે. જ્યારે લગ્ન માટે દર વર્ષે ગોર મહારાજ મળતા નહોતા આ વખતે લગ્ન ઓછા હોવાથી ગોર મહારાજાે પાસે ઓર્ડર જ નથી. તેઓને પણ સીધો ફટકો પડ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button