નવી દિલ્હી

કંગના તો કલ પૈદા હુયી બચ્ચી હૈ, ક્યા જાને… શાહીન બાગ ફેમ બિલ્કીસ દાદીએ ટીકા કરી

નવી દિલ્હી તા.૨૧
ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં પાટનગર નવી દિલ્હીના શાહીન બાગમાં થયેલા આંદોલનથી જગપ્રસિદ્ધ થયેલી બિલ્કીસ દાદીએ અભિનેત્રી કંગના રનૌત વિશે બોલતાં કહ્યું હતું કે હમને તો જમાના દેખા હૈ, યહ તો કલ પરસોં પૈદા હુયી બચ્ચી હૈ…
દિલ્હીમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે બોલતાં કંગનાએ બફાટ કર્યો હતો અને આંદોલનમાં સહભાગી થયેલી એક પંજાબી મહિલાને ભૂલથી બિલ્કીસ દાદી સમજીને એવી ટકોર કરેલી કે આ ડોશી તો રોજના સો રૂપિયા મળે એવા કોઇ પણ આંદોલનમાં પબ્લિસિટી મેળવવા પહોંચી જાય છે.
જાે કે પંજાબી વૃદ્ધાએ તરત કંગનાને પોતાની ઓળખ આપતી સ્પષ્ટતા કરી હતી કે હું બિલ્કીસ દાદી નથી. મારી પાસે પારાવાર જમીન અને ખેતીવાડી છે. મારે રોજના સો રૂપિયા કમાવા માટે આંદોલનમાં જાેડાવાની જરૂર નથી. આ સ્પષ્ટતા પછી કંગનાએ પોતાની ભૂલ કબૂલ કરી લેવાની જરૂર હતી. પરંતુ એણે મૌન સેવ્યું.
હવે બિલ્કીસ દાદીએ કંગનાને નાનકડી બાળકી ગણાવતાં મિડિયાને કહ્યું કે મેં દુનિયા- જમાનો જાેયો છે. કંગના તો ગઇ કાલે કે પરમ દિવસે પેદા થયેલી બાળકી છે. હું એને મોઢે ક્યાં લાગવા જાઉં. વૈસે વો ભી હમારી બચ્ચી હૈ.. કંગના પણ અમારી પુત્રી જેવી છે.
અત્રે એ યાદ રહે કે બિલ્કીસ દાદીની તસવીર તો જગપ્રસિદ્ધ અમેરિકી સાપ્તાહિક ટાઇમમાં પણ પ્રગટ થઇ હતી. આમ શાહીન બાગની આ દાદી આખી દુનિયામાં જાણીતી થઇ ગઇ હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button