આણંદ

જે.સી.આઈ આણંદ ટાઉન દ્વારા ૧૩મો શપથ ગ્રહણ કાર્યકમ યોજાયો

આણંદ, તા. ૨૧
જે.સી.આઈ આણંદ ટાઉન દ્વારા ૧૩મો શપથ ગ્રહણ કાર્યકમ ની ભવ્ય ઉજવણી તારીખ ૧૩-૧૨-૨૦૨૦ ને રવિવાર સવારે આણંદ ખાતે આયોજીત કરવામાં આવેલ. જેમાં જે.સી.આઈ આણંદ ટાઉનના આ શપથ ગ્રહણ કાર્યકમ માં અમારા આમંત્રણ ને માન આપી મુખ્યવક્તા તરીખે ઝોન-૮ પાસ્ટ ઝોન કાઉન્શિલર જેસી હરેશ દરજી, ઈન્સ્ટોલિંગ ઓફીસર તરીકે પાસ્ટ ઝોન વાઈસ પ્રમુખ જેસી નિમેશ સુથાર ઉપસ્થિત રહેલ. જેસી આસ્થા નુ પઠણ જે.જે. યશ્ચિ ઠક્કર કરેલ. સસ્થા ના પ્રમુખ જેસી ચંદ્રકાન્ત પટેલે સ્વાગત પ્રવચનમાં મહેમાનોનુ અને જે.સી.આઈ ના દરેક મેમ્બેર્સ ને આવકાર્યા હતા. અને આ કાર્યક્રમમાં પાસ્ટ ઝોન પ્રમુખ જેસી દક્ષ શાહ ખાસ ઉપસ્થિત રહેલ અમોને પ્રોશાહન પૂરું પાડેલ, વધુમાં કાર્યકમની સોભામાં જે.સી.આઈ આણંદ ટાઉનની કારોબારી, સમગ્ર જુનીયર જે.સી વીંગ તથા સમગ્ર જેસીરેટ વીંગ મોટી સંખ્યા હાજર રહી ને કાર્યકમ ને સફળ બનાવેલ. આજ ના સમાંરભ ના મુખ્ય વક્તા જેસીસ ઓફ આણંદ વડીલશ્રી જેસી હરેશ દરજી દીપ પ્રાગટિય કરી પ્રોગ્રામ ને ખુલ્લો મુકેલ સાથે દરેક મહેમાન જાેડાયેલ. આગામી વર્ષ ૨૦૨૧ના નવા પ્રમુખ જેસી દિશા સોની ને શપથ ગ્રહણ કરવા પાસ્ટ ઝોન વાઈસ પ્રમુખ જેસી નિમેશ સુથાર દ્વારા કરવા માં આવેલ, નવા વરાયેલ પ્રમુખ જેસી દિશા સોની વર્ષ ૨૦૨૧ માં તન-મન-ધન થી સેવા આપવા માટે સૌ ને અપીલ કરેલ અને આગામી વર્ષ ખુબ સુંદર આયોજન કરવાની ખાતરી આપેલ, આગામી વર્ષ માં આણંદ તથા આસપાસ ના વિસ્તાર માટે અવ-નવા કાર્યકમો કરવા માટેની જાહેરાત કરેલ અને જુનિયર ચેમ્બર મજબૂત બનાવવા આનુરોધ કરેલ. આજના સમારભના ઈન્સ્ટોલિંગ ઓફીસર પાસ્ટ ઝોન વાઈસ પ્રમુખ જેસી નિમેશ સુથારે તેમના વક્તવ્યમાં આગામી વર્ષ ૨૦૨૧ સુભકામના આપેલ અને મુખ્યવક્તા ઝોન-૮ ના પાસ્ટ ઝોન કાઉન્શિલર જેસી હરેશ દરજીએ ૨૦૨૦ના પ્રમુખ જેસી ચંદ્રકાન્ત પટેલને ગત વર્ષ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવેલ અને આગામી વર્ષ માં કોવીડ-૧૯ ને ધ્યાનમાં રાખી સુંદર આયોજન કરવા આનુરોધ કરેલ અને વર્ષ ૨૦૨૧ ની ટીમને ખુબ-ખુબ અભિનદન પાઠવેલ જે.સી.આઈ આણંદ ટાઉન ઉત્તરો-ઉત્તર પ્રગતિ કરે અને આણંદ અને ઝોનમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેમ જણાવેલ. આ કાર્યકમ પ્રોજેક્ટ ચેરમેન અને એલેક્ટ પ્રમુખ-૨૦૨૧ જેસી ચિરાગ ઠક્કર શપથ ગ્રહણ કાર્યકમમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જેસી ભાવેશ ઠક્કર દ્વારા કરવામાં આવેલ છેલ્લે અભાર વિધિ સસ્થાના સેક્રેટરી જેસી યોગેશ પટેલ દ્વારા કરવામાં આવેલ અંતમાં પ્રમુખ જેસી દિશા સોની ધ્વારા મીટીંગ પૂર્ણ થયાની જાહેરાત કરેલ.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button