આણંદ

વીરપુર પંથકમાં બજારોમાં માસ્ક વગર ફરતા લોકો સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે

આણંદ, તા. ૨૮
વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને ખાળવા એકતરફ સરકાર અને હાઈકોર્ટે માસ્ક ફરજિયાત પહેરવાનો આદેશ જારી કરી સખત વલણ અપનાવી રહી છે. જ્યારે બીજીબાજુ વિરપુરમાં ઠેરઠેર લોકો માસ્ક વગર ખુલ્લામાં ટહેલતા અને જાણે કે હવે લોકોને માસ્ક પહેરવામાંથી તંત્રએ મુક્તિ આપી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.

વિરપુરના બજારમાં શાકભાજીની લારીઓ પર બહેનો દુપટ્ટો કે માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા નીકળી પડી હતી. તેમજ કોરોનાના સુપર સ્પ્રેડર કહેવાતા શાક-બકાલાવાળા પણ બિન્ધાસ્તપણે ઉઘાડા મોંઢે કારોબાર કરતાં હતા. ફરજિયાત માસ્કના નિયમનો સરાજાહેર ધજાગરો કરતાં વાહનચાલકો પણ પરિવાર સાથે અથવા તો એકલપંડે ખુલ્લાં ચહેરે દોડી જતાં હતા. જાે કે માસ્ક નહીં પહેરવા મામલે લોકો અવનવા બહાના કાઢતાં હતા. જેમાં ઘણાં અવનવા બહાના કાઢતાં જેવાં કે, નવું માસ્ક ટ્રાય કરતા હતા એટલે ઘરે ભૂલી ગયા. ઉતાવળથી નીકળી ગયા તેથી પહેરવાનું ભૂલી ગયા, તો વળી, કેટલાંક લોકો તો પોલીસને જાેતાં જ બેબાકળા બની માસ્ક પહેરતા જણાયાં હતા. લોકોની આવી બેદરકારીના કારણે જ વિરપુર તાલુકામાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. તેમછતાં સ્થાનિક તંત્ર અને પોલીસ ગાઢ નિદ્રામાં હોય તેમ જણાઇ રહ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button