અમદાવાદ

ધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ના બદલે ૩૦ ટકા પુછાશે

અમદાવાદ, તા. ૨
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરાયા બાદ નવી પરીક્ષા પદ્ધતિ અને તેની પેટર્ન બાબતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ મુજબ ધોરણ ૯ થી ૧૨ માં સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ટકાના બદલે ૩૦ ટકા પુછાશે. વિજ્ઞાન પ્રવાહમાં મલ્ટીપલ ચોઇસ અને વર્ણનાત્મક પ્રશ્નોનું ૫૦- ૫૦ ટકાનું વેઈટેજ છે તે યથાવત રાખવામાં આવેલ છે. જ્યારે ધોરણ ૯ થી ૧૨ માં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં અત્યાર સુધી ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવતા હતા તેના બદલે હવે આગામી પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવાની શરૂઆત કોલેજ કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌપ્રથમ કરી હતી અને ત્યારબાદ આ પેટર્ન સફળ રહેતા હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ આગામી પરીક્ષામાં આ પેટર્ન અપ્નાવવાનો ર્નિણય લીધો છે.કોરોના મહામારીની પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને ગંભીર વિપરીત અસર થઈ છે અને તે બાબતને ધ્યાનમાં રાખી બોર્ડે અત્યારથી જ તેની જાહેરાત કરી દીધી છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવાની સાથોસાથ બોર્ડની વેબસાઇટ પર પણ તેની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનું મહત્વ વધુ હોવાના કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૦ અને ૧૨ ના મુખ્ય ૪૦ વિષયના પ્રશ્નપત્રોની નવી સ્ટાઈલ, માર્કસના વેઇટેજ સહિતની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખાસ નમૂનાના પ્રશ્નપત્રો એક્સપર્ટ પાસે બનાવ્યા છે અને તે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી દેવાયા છે. નવા પ્રશ્નપત્રની પેટર્ન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ સ્કુલને મોકલી દેવા બોર્ડ દ્વારા જે તે જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવી દેવાયું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button