અમદાવાદ

કિટો ડાઇટ વજન ઘટાડવામાં ઉપયોગી

હાલના દિવસોમાં ખાવા પીવાને લઇને એક નવી ડાઇટ ખુબ જ લોકપ્રિય થઇ રહી છે. આ લોકપ્રિય થઇ રહેલી ડાઇટનુ નામ કિટો ડાઇટ છે. જાે ઓછા સમયમાં વજન ઉતારી દેવાન ઇચ્છા છે તો તેનો ઉપયોગ કરી શકાય છે. આને રૂટીનમાં સામેલ કરીને વજનને ઉતારી શકાય છે. આ ડાઇટની ખાસ બાબત એ છે કે તેમા હાઇ ફેટ આપવામાં આવે છે. સાથે સાથે કાર્બોહાઇડ્રેટનુ પ્રમાણ ઓછુ રાખવામાં આવે છે. ડાઇટ હેઠળ બોડીમાં વર્તમાન કાર્બોહાઇડ્રેટના બદલે ચરબીને તોડીને શરીર તેનો ઉપયોગ ઉર્જા માટે કરે છે. ભારતમાં આ ડાઇટને લઇને લોકોનો ક્રેઝ હવે ઝડપથી વધી રહ્યો છે. બીજી બાજુ વિદેશમાં તો આ પ્રકારની ડાઇટને વધારે પહેલાથી જ પાળવામાં આવે છે. આ ડાઇટના સંબંધમાં ભારતીય લોકો પાસે હાલમાં ઓછી માહિતી છે. આ ડાઇટના સંબંધમાં જાણવા માટે કેટલીક બાબત રહેલી છે. સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય છે કે કિટો ડાઇટ છે શુ તો આનો જવાબ છે કે આ ડાઇટમાં હાઇ ફેટ ડાઇટ આપવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટનુ પ્રમાણ ખુબ ઓછુ રાખવામાં આવે છે. આ ડાઇટ અમારા શરીરને હમેંશા કામ કરવા માટેની તાકાત આપે છે. એવુ ત્યારે થાય છે જ્યારે આપ એક દિવસમાં ૩૦ ગ્રામ કરતા પણ ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટનો ઉપયોગ કરો છો. આ ડાઇટમાં કાર્બોહાઇડ્રેટનુ પ્રમાણ ઓછુ હોવાથી બોડી ફેટના કારણે મળનાર એનર્જી દ્વારા તે કામ કરે છે. અહીં સુધી કે બ્રેઇન પણ પોતાનુ કામ આ જ એનર્જી સાથે ચલાવે છે. આ ડાઇટમાં કાર્બોહાઇડ્રેટ તો નહીં ના બરોબર હોય છે. સાથે સાથે શુગરનુ પ્રમાણ પણ પાંચ ટકા કરતા વધારે રાખવામાં આવતુ નથી. આમાં હાઇ ફેટ, નોર્મલ, પ્રોટીન અને ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ લેવામાં આવે છે. અમેરિકા દેવા વિકસિત દેશમાં આ ડાઇટ ખુબ જ લોકપ્રિય છે. પરંતુ ભારત જેવા દેશોમાં આ ડાઇટ શરૂઆતી તબક્કામાં છે. આને ફોલો કરતા પહેલા પોતાની તબીબી ચકાસણી કરી લેવામાં આવે તે જરૂરી છે. આવી સ્થિતીમાં કોઇ ડાયટિશિયનની મદદ લેવામાં આવી શકે છે. કિટો ડાઇટના ભાગરૂપે એવા ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ૭૦-૮૦ ટકા ફેટ, ૧૦-૨૦ ટકા પ્રોટીન અને માત્ર પાંચ ટકા કાર્બ હોય છે. આને શરૂ કરવામાં આવ્યા બાદથી ચારથી પાંચ દિવસના ગાળામાં જ બોડી કિટોસિસ પર જાય છે. જેના કારણે ભુખ બિલકુલ ઓછી થઇ જાય છે. ગ્લુકોજ અને પ્રોટીનનુ પ્રમાણ પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે શરીર કિટોસીસ પ્રક્રિયા શરૂ કરે છે. જેમાં બોડીમાં રહેલા ફેટ ઓગળીને એનર્જીમાં ફેરવાઇ જવાની શરૂઆત થાય છે. આની ખાસ બાબત એ છે કે ઓછા ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ બોડી મસલ્સ પર અસર થતી નથી. ડાઇટમાં કેટલીક ચીજાેને સામેલ કરવા માટે કહેવામાં આવે છે. જેમાં સી-ફુડનો સમાવેશ થાય છે. સાલ્મન અને અન્ય માછળીમાં વિટામિન, પોટેશિયમ અને સેલેનિયમ જેવા તત્વો ખુબ પુરતા પ્રમાણમાં રહે છે. જેમાં કાર્બ મળે છે. કેટલીક એવી શાકભાજી છે જેમાં સ્ટાર્ચનુ પ્રમાણ હોતુ નથી.સાથે સાથે કેલોરીઝ અને કાર્બોહાઇડ્રેટનુ પ્રમાણ પણ ઓછુ રહે છે. ડાઇટમાં આને સામેલ કરવામાં આવી શકે છે. બ્રાકલી, પત્તાગોભી અને ફુલાવરને ડાઇટમાં સામેલ કરવામાં આવી શકે છે. ચીજને સામેલ કરવામાં આવી શકે છે. ચીજમાં કાર્બ મોટા પાયે હોય છે. ફેટનુ પ્રમાણ પણ વધારે હોય છે. ૨૮ ગ્રામ શેડર ચીજમાં એક ગ્રામ કાર્બ અને સાત ગ્રામ પ્રોટીન હોય છે. કિટો ડાઇટ નિષ્ણાંતોની બાજ નજર હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવી જાેઇએ. નિષ્ણાંતોની જરૂર એટલા માટે પડે છે કે આ ડાઇટને શરૂ કરતા પહેલાબે ત્રણ દિવસ પહેલા જ આપની નોર્મલ ડાઇટમાં ફેરફાર કરવાની જરૂર હોય છે. એક વખતે આપની બોડી આને માટે તૈયાર થઇ જાય ત્યારે આપને નિષ્ણાંતોની જરૂર પડશે નહી. ત્યારબાદ તો રૂટીનમાં તમામ કામગીરી ચાલતી રહેશે. બોડીને કિટોસિસ પર જવા માટે ચારતી પાંચ દિવસનો સમય લાગે છે આવુ બની શકે છે કે આના કારણે થાક લાગે. પરંતુ એક વખતે બોડી આ ડાઇટમાં જતી રહ્યા બાદ વ્યક્તિ સવારથી સાંજ સુધી એનર્જીમાં હોય તેમ અનુભવ કરે છે. આ ડાઇટ આપને ઓવરઓલ ગ્લો પ્રદાન કરે છે. સાથે સાથે વાળ અને સ્કીનમાં ચમક આવે છે. કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર યોગ્ય અને આદર્શ સ્થિતીમાં રહે છે. વધારે ભુખ લાગતી નથી. સાથે સાથે એકાગ્રતામાં પણ જાેરદાર રીતે વધારો થાય છે. આ તમામ બાબતો કિટો ડાઇટના કારણે શક્ય છે. અમેરિકાની સાથે સાથે ભારતમાં પણ હવે કિટો ડાઇટની બોલબાલા દેખાઇ રહી છે. .

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button