આણંદ
આણંદના પરીખ ભુવન વિસ્તારમાં પાનપત્તાનો જુગાર રમતા ચાર ઝડપાયા


આણંદ, તા. ૧૩
આણંદ શહેરના પરીખ ભુવન વિસ્તારમાં પાનાપત્તાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૨૯૨૦ રુા.ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરના પરીખ ભુવન વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા રોહિતભાઈ બાબુભાઈ સોલંકી, મલકીત દલજીભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ સતીષભાઈ વણઝારા, સંજયભાઈ મફતભાઈ વસાવા સહિત ચાર શખ્સોએ રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૨૯૨૦ રુા.ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Advertisement
Advertisement