નવી દિલ્હી

મસુદ અઝહરને આતંકવાદીને જાહેર કરાવવામાં ચીન ઉભી કરે છે અડચણ

 

નવી દીલ્હી,તા.૧૩
યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલમાં વિદેશમંત્રીએ કહયું આતંકવાદીને માત્ર આતંકવાદી સમજાે
ભારતે યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલને કહ્યું કે આતંકવાદી અથવા આતંકવાદી સંગઠન ઉપર રોક કરવામાં રોડા નાખવાની પ્રવૃત્તિ બંધ થવી જાેઈએ. ભારતે પરોક્ષરીતે ચીન વિશે વાત કરી. જેને જેશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અજહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના ભારતના પ્રયત્નનોમાં અવરોધ ઉભા કરવાની કોશિશ કરી હતી.
વિદેશમંત્રી એસ જયશંકરે કહયું કે, આ લડાઈમાં બેવડા માપદંડ અપ્નાવવા જાેઈએ નહી. આતંકવાદી હંમેશા આંતકવાદી જ હોય છે. સારા અથવા ખરાબ આતંકવાદી નથી હોતા. જે એવું માને છે તેનો પોતાનો એજન્ડા છે અને જે તેને છુપાવવા માટે કામ કરે છે તે પણ દોષી છે.આપણે આતંકવાદ રોકવા કામ કરતી સમીતીના કામકાજમાં સુધારણા કરવી પડશે.પારદર્શકતા, જવાબદારી અને યોગ્ય પગલા ભરવા એ સમયની માગ છે. કોઈ પણ કારણ વગર સૂચિબદ્ધ કરાવવાના અનુરોધ ઉપર રોક લગાવવાની પ્રવૃત્તિ બંધ થવી જાેઈએ. એ જે આપણી સામુહિક એકતાની સાખને ઓછી કરે છે.પ્રસ્તાવ ૧૩૭૩(૨૦૦૧)ને સ્વીકાયરિ્ બાદ ૨૦ વર્ષમાં આતંકવાદ સાથેની લડાઈમાં આંતરરાષ્ટ્રિય સહયોગ અને આતંકવાદી કૃત્યોના કારણે આંતરાષ્ટ્રિય શાંતિ અને સુરક્ષાને ખતરાના વિષય ઉપર યુએનએસસીના મંત્રી સ્તરીય બેઠકને જયશંકર સંબોધિત કરી રહ્યાં હતાં.
આ મહિને ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદમાં ભારતના અસ્થાયી સભ્ય તરીકે બે વર્ષના કાર્યકાળની શરૂઆત બાદ મંત્રીએ પહેલી વાર પરિષદ સંબોધી હતી. યુએનએસસીમાં પાંચ સભ્યો સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્ય છે. પાકિસ્તાનમાં રહેનાર અજહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવા માટે ભારતે લગભગ ૧૦ વર્ષ મહેનત કરવી પડી હતી. પાકિસ્તાનના કાયમી સહયોગી ચીને યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલની ૧૨૬૭ અલકાયદા પ્રતિબન્ધ સમિતિ હેઠળ અજહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ભારતના પ્રયત્નમાં વારંવાર અડચણ ઉભી કરે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button