બર્ડ ફ્લુને લઇને એલર્ટ નવ રાજ્યોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલા


નવી દિલ્હી,તા.૧૩
જીવલેણ સાબિત થઇ રહેલા બર્ડ ફ્લુના કારણે નવા નવા રાજ્યો સકંજામાં આવી રહ્યા છે. કેસોમાં સતત વધારોથઇ રહ્યો છે. કેરળ સહિતના રાજ્યોમાં આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. સેમ્પલોમા ઉડી તપાસ કરવામાં આવી રહી છે. કેરળ સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય પૈકી એક તરીકે છે. બીજી બાજુ સરકારે કહ્યુ છે કે પોલ્ટ્રી માર્કેટ પર પ્રતિબંધ મુકવાની કોઇ જરૂર નથી. સારી રીતે પકવવામાં આવેલા ચિકનથી કોઇ ખતરો નથી. કેરળ દેશમાં બર્ડ ફ્લુના કારણે સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે. અહી પક્ષીમાં સૌથી વધારે ફ્લુના લક્ષણ દેખાયા છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ લોકોમાં ફફડાટ છે. કારણ કે આ રાજ્યોમાં પણ બર્ડ ફ્લુ છે. ત્રણ સભ્યોની કેન્દ્રિય ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી ચુકી છે. લોકોને કોઇ ખતરો છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. યુપીમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પંચકુલા જિલ્લામાં બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુના સેમ્પલો પોઝીટીવ આવ્યા બાદ રાજ્ય સરકારે નવ રેપિડ રિસ્પોન્સ ટીમો ગોઠવી દીધી છે. બંને એપી સેન્ટરો ખાતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ગુજરાતના સુરત જિલ્લામાં બર્ડ ફ્લુના હેવાલને સમર્થન મળ્યુ છે. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં પણ હેવાલને સમર્થન મળ્યુ છે. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં પણ બર્ડ ફ્લુના હેવાલને સમર્થન મળી રહ્યુ છે. હજુ સુધી સાત રાજ્યોમાં બર્ડ ફ્લુના હેવાલને સમર્થન મળ્યુ છે. રાજસ્થાનના ઝાલાવાડમાં ત્રીજી જાન્યુઆરી બાદથી હજુ સુધી ૧૩૮થી વધુ પક્ષીના મોત થયા છે. મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લુને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મૃત્યુ પામેલા કાગડામાં ઘાતક વાયરસ મળી આવ્યા બાદ મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં બર્ડ ફ્લુ એલર્ટની જાહેરાત કરી છે. કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત નવ રાજ્યોમાં ં બર્ડ ફ્લુનો આતંક જારી રહ્યો છે. દિલ્હીમાં રપણ બર્ડ ફ્લુને સમર્થન મળી રહ્યુછે. ઉત્તરપ્રદેશ સરકારે અન્ય રાજ્યોમાંથી પોલ્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો છે. રાજસ્થાનના જયપુરમાં ઝુને આખરે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુપી સરકારે ૨૪મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો છે.દેશમાં કેરળના અલપુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં મોટા પાયે સંક્રમિત પક્ષીઓના મોત બાદ અન્ય અસરગ્રસ્ત પક્ષીઓને મારી નાંખવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. અહીં આશરે ૫૦ હજાર પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવનાર છે. હરિયાણાના પંચકુલા જિલ્લામાં ૧૫ દિવસમાં બે લાખ મરઘાના મોત થયા છે. કોરોના વચ્ચે બર્ડ ફ્લુનો આતંક જારી રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હિમાચલપ્રદેશ અને કેરળમાં પણ બર્ડ ફ્લુ કહેર જારી છે. આ રાજ્યોમાં હજુ સુધી સેંકડો પક્ષીઓના મોત થયા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, કેરળ અને ગુજરાતમાં બર્ડ ફ્લુ હવે મોટો ખતરો બને તેવી શક્યતા છે. બર્ડ ફ્લુના વધતા પ્રકોપ વચ્ચે કેરળમાં આને આપત્તિ તરીકે જાહેર કરવામાં આવી છે.ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઝારખંડ, બિહાર, તમિળનાડુ અને જમ્મુ કાશ્મીરમાં એલર્ટની જાહેરાત કરાઇ છે.