છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૯૬૮ કેસ સપાટી પર આવી ગયા ભારતમાં કોરોના કેસ ફરી વધ્યા


નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૯૬૮ નવા કેસ સપાટી પર આવ્યા છે. કોરોનાના દૈનિક કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. મંગળવારની તુલનામાં બુધવારના દિવસે કેસોમાં વધારો થયો છે. કોરોનાના કારણે ૨૦૨ દર્દીના મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જે હેવાલ જારી કર્યો છે તેમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ભારતમાં કોરોના કેસોની સંખ્યા વધીને ૧૦૪૯૫૧૪૭ સુધી પહોંચી ગયો છે. મોતનો આંકડો ૧૫૧૫૨૯ સુધી પહોંચી ગયો છે. મોતનો આંકડો દોઢ લાખના આંકડાને પાર કરી ગયો છે. જુદા જુદા રાજ્યોમાં કોરોના વેક્સીન પહોંચી રહી છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. સિરમ ઇન્સ્ટીટયુટમાંથી વેક્સીન રવાના થઇ ગઇ છે. ૫૬.૫ લાખ વેક્સીન લઇને નવ ફ્લાઇટ ૧૩ શહેરોમાં પહોંચી ચુકી છે. મહારાષ્ટ્રને સિરમ સંસ્થા દ્વારા કોવિશિલ્ડના ૯.૬૩ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ભારત બાયોટેકની કોવેકીસનના ૨૦ હજાર ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ભારતમાં ૧૬મી જાન્યુઆરીથી વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. ભારતમાં મોતનો આંકડો ૧.૫૧ લાખથી ઉપર પહોંચી ગયો છે. કેસોમાં ઉતારચઢાવનો સિલસિલો જારી રહ્યો છે. ભારતમાં રિક્વર થયેલા લોકોની સંખ્યા એક કરોડથી ઉપર પહોંચી ગઇ છે. બીજી બાજુ ભારતમાં નવા સ્ટ્રેનના કેસોમાં પણ વધારો થયો છે. નવા સ્ટ્રેનના વધુ કેટલાક કેસ દિલ્હીમાં સપાટી પર આવ્યા છે. જેથી નવા સ્ટ્રેનના કેસોની સંખ્યા ૮૬ સુધી પહોંચી ગઇ છે. બ્રિટનની ફ્લાઇટ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા બાદ કેસ સપાટી પર આવી રહ્યા છે. લંડનથી ભારત આવેલા ૨૫૬ યાત્રી પૈકી બેના પેસેન્જર સ્ટ્રેનગ્રસ્ત દેખાયા છે. આની સાથે જ કેસનો આંકડો વધીને ૮૬ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં હવે કોરોનાના કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. વેક્સીન આવે તે પહેલા કેસોની સંખ્યમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.ભારતમાં કોરોના વાયરસને લઇને હવે વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. વિશ્વમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની હવે શરૂઆત થશે. કોરોનાના કારણે ભારતમાં મોતનો આંકડો વધીને ૧.૫૧ લાખથી ઉપર છે. વેક્સીન આપવાને લઇને તૈયારી ચરમસીમા પર પહોંચી ગઇ છે.
૦-૦-૦