કોરોના વેકસીનથી ૪૧ ટકા ભારતીયોને અસલામતીનો ભય
બીજા લોકો રસી લઇ લે ત્યારબાદ તેના પરિણામ સુધી લોકો રાહ જાેવા માંગે છે, સર્વેનું તારણ


નવી દીલ્હી,તા.૧૩
દેશમાં કોરોનાવાયરસ વિરુદ્ધ ની રસી આવી પહોંચી છે અને રસીકરણ અભિયાન શરૂ થવાના છે ત્યારે જ લોકોનો મિજાજ જાણવા માટે દેશભરમાં કરવામાં આવેલા એક સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે હજુ પણ દેશના ૪૧ ટકા લોકો રસીની સેફ્ટી અને તેની કાર્યક્ષમતા અંગે ચિંતિત છે અને ડરેલા પણ છે.સર્વેમાં એવી હકીકત બહાર આવી છે કે ૪૧ ટકા લોકો એવો મત ધરાવે છે કે બીજા લોકો રસી લઇ લિયે અને એના પરિણામ જાેઈ લીધા બાદ જ અમે રસી લેવાનુ પસંદ કરીશું. રસી ની ક્ષમતા અને તેની સેફટી અંગે મોટાભાગના લોકોમાં ચિંતા છે અને એક પ્રકારનો ડરનો માહોલ પણ છે.કોવી શિલ્ડ રસીના ૫૬ લાખ જેટલા ડોઝ દેશભરના ૧૩ જેટલા શહેરોમાં રવાના થઇ ગયા છે અને તબક્કાવાર રસીકરણ શરૂ થવાનું છે ત્યારે એક પ્રકારે લોકોમાં રાહતની લાગણી પણ છે પરંતુ સાથોસાથ ઘણા બધા લોકોમાં ભયનો માહોલ પણ છે અને એ લોકો રસીની સેફટી અંગે ચિંતિત દેખાઈ રહ્યા છે.
યુ ગૌવ એજન્સી દ્વારા દેશભરમાં સર્વે કરવામાં આવ્યો હતો અને લોકોને સવાલો કરીને તમે રસી લેશો કે કેમ તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં ઘણા બધા લોકોએ રસી લેવાની તૈયારી પણ દશર્વિી હતી.
બીજી મહત્વની બાબત એવી પણ બહાર આવી છે કે લોકોને સ્વદેશી રસી પર વધારે વિશ્વાસ છે અને અમેરિકા બ્રિટન સહિતના વિદેશ ની રસી તેમને ભરોસો નથી. મોટાભાગના લોકો એવો અભિપ્રાય આપ્યો હતો કે આપણા દેશમાં બનેલી રસી સલામત હોઈ શકે છે.