Breakingગુજરાત

ગુજરાતમાં ધો.10 અને 12 બાદ અન્ય વર્ગો ક્યારથી શરૂ થશે, જાણો શિક્ષણમંત્રીએ શું કરી મોટી જાહેરાત

ટૂંક સમયમાં બોર્ડ પરીક્ષાઓનાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવશે.

ગુજરાત સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં શિક્ષકોની ભરતીનું અભિયાન શરૂ કરશે અને કુલ મળી 6616 શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકોની ભરતી થશે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આગામી સમય માં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી છે. આ પૈકી કોલેજમાં અધ્યાપક સહાયકની જગાઓ પર 927ની ભરતી કરાશે જ્યારે અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયકના જગાઓ પર 2307ની ભરતી કરાશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 3382 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. કોલેજ, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 6616ની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button