દેશના તમામ રાજ્યોમાં સંક્રમણ રોકવા પહેલ બર્ડ ફ્લુગ્રસ્ત વિસ્તાર વધ્યા

નવી દિલ્હી,તા.૧૭
દેશના જુદા જુદા રાજ્યોમાં બર્ડ ફ્લુના કારણે ચિતામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યોની સંખ્યા અવિરત રીતે વધી રહી છે. સંક્રમણને રોકવા માટે રાજ્યો તૈયાર છે. વિવિધ અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે.જેમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કેટલાક રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારમાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એલર્ટ વચ્ચે રાજ્યોના આરોગ્ય વિભાગ સતત સક્રિય દેખાઇ રહ્યાછે. બર્ડ ફ્લુના કારણે ઇન્ડીગો અને વિસ્તરાએ તેમના મેનુમાં તમામ વેજ ચીજાેને સામેલ કરી છે. મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં બર્ડ ફલુનો ફેલાવો વધી રહ્યો છે. પુણે અને ભંડારામાં પણ બર્ડ ફ્લુના કેસો સપાટી પર આવ્યા છે. થાણેમાં ૩૬ પક્ષીઓના મોત થયા છે. થાણેંમાં મૃત્યુ પામેલા પક્ષીઓની સંખ્યા ૧૫૭ સુધી પહોંચી ગઇ છે.દેશના અન્ય રાજ્યોમાં પણ બર્ડ ફ્લુનો કહેર જાેવા મળી રહ્યો છે. ઇન્ડીગોની ફ્લાઇટમાંથી ચિકન ટિક્કા હવે આઉટ છે. કુલચા સાથે ખીમા પણ હવે નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્રે ઉલ્લેખમીય છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઝારખંડ, બિહાર, તમિળનાડુ અને જમ્મુ કાશ્મીરમાં એલર્ટની જાહેરાત કરાઇ છે. કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત નવ રાજ્યોમાં ં બર્ડ ફ્લુનો આતંક જારી રહ્યો છે. દિલ્હીમાં રપણ બર્ડ ફ્લુને સમર્થન મળી રહ્યુછે. ઉત્તરપ્રદેશ સરકારે અન્ય રાજ્યોમાંથી પોલ્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો છે. રાજસ્થાનના જયપુરમાં ઝુને આખરે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુપી સરકારે ૨૪મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો છે.દેશમાં કેરળના અલપુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં મોટા પાયે સંક્રમિત પક્ષીઓના મોતબાદ અન્ય અસરગ્રસ્ત પક્ષીઓને મારી નાંખવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. હરિયાણાના પંચકુલા જિલ્લામાં ૧૫ દિવસમાં બે લાખ મરઘાના મોત થયા છે. કોરોના વચ્ચે બર્ડ ફ્લુનો આતંક છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હિમાચલપ્રદેશ અને કેરળમાં પણ બર્ડ ફ્લુ કહેર જારી છે. આ રાજ્યોમાં હજુ સુધી સેંકડો પક્ષીઓના મોત થયા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, કેરળ અને ગુજરાતમાં બર્ડ ફ્લુ હવે મોટો ખતરો બને તેવી શક્યતા છે. બર્ડ ફ્લુના વધતા પ્રકોપ વચ્ચે કેરળમાં આને આપત્તિ તરીકે જાહેર કરવામાં આવી છે.રાજસ્થાનના ઝાલાવાડમાં ત્રીજી જાન્યુઆરી બાદથી હજુ સુધી ૧૩૮થી વધુ પક્ષીના મોત થયા છે.