નવી દિલ્હી

હોલિવૂડની માતબર અભિનેત્રી જેસિકા કેમ્પબેલનું રહસ્યમય મોત

લોસ એંજલ્સ તા.૧૬
હોલિવૂડની માતબર અભિનેત્રી જેસિકા કેમ્પબેલનું રહસ્યમય સંજાેગોમાં મૃત્યુ થયું હતું. એનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો.
જેસિકાનો મૃતદેહ પોર્ટલેન્ડ ખાતેના એના ઘરમાંથી મળી આવ્યો હતો. આ વાત ડિસેંબરની ૨૯મીની છે. અત્યાર સુધી એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નહીં હોવાથી એના મૃત્યુ પાછળના રહસ્યની વિગતો પ્રગટ થઇ નથી. જાે કે જેસિકાના કુટુંબીજનોએ કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એવી ફરિયાદ એ કરતી હતી. એના એક સંબંધીએ કહ્યું કે રોજની જેમ એ પોતાના ક્લીનીક પર ગઇ હતી. ત્યાંથી આવ્યા બાદ એ બાથરૂમમાં ગઇ. બાથરૂમમાં વધુ સમય લાગતાં એની માતા જાેવા ગઇ કે કેમ હજુ બાથરૂમની બહાર નથી આવી.બાથરૂમમાં જેસિકાને ફર્શ પર પડેલી જાેઇને એની માતા ચોંકી ઊઠી. એણે તરત જેસિકાને મેડિકલ સહાય મળે એવા પ્રયાસો કર્યા હતા. પરંતુ ડૉક્ટરોએ એને મરેલી જાહેર કરી હતી.અભિનેતા રીસ વીધરસ્પૂન સાથે ઇલેક્શન ફિલ્મ કર્યા બાદ જેસિકાએ થોડા ટીવી શો કર્યા હતા. જાે કે અભિનયની દુનિયામાં એને જાેઇએ તેવી સફળતા મળી નહોતી એટલે એણે ડૉક્ટર તરીકેની પોતાની પ્રેક્ટિસ ફરી ચાલુ કરી હતી. જેસિકા મરણ પામી ત્યારે ફક્ત ૩૮ વર્ષની હતી. એના મરણ પાછળનું કારણ શોધવા એના કુટુંબીજનો પણ પ્રયાસો કરી રહ્યા હતા.જેસિકા હોલિવૂડની અન્ય સેલેબ્રિટિઝની જેમ ડ્રગ લેતી હતી કે કેમ એ જાણવા મળ્યું નહોતું. જાે કે બાથરૂમમાં મરેલી અવસ્થામાં મળી એવા બનાવો હોલિવૂડમાં અગાઉ પણ બની ચૂક્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button