Breakingઆણંદગુજરાત

અકસ્માત: રવીપુરા ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એકનું મોત, બેને ઈજા

કારમાંથી મળેલ 108 ના કર્મચારીઓએ રોકડ રકમ સહિત 90 હજારની રકમ પરિવારજનોને સુપ્રત કરીને માનવતાના દર્શન કર્યા

આણંદ, તા. ૧૬
પેટલાદ તાલુકાના રવીપુરા ચોકડી નજીક વહેલી પરોઢીયે કાશીયાપુરા નજીક પસાર થઈ રહેલી સેન્ટ્રો કાર ટ્રેકટરની ટ્રોલીમાં ઘુસી જતા કારના આગળના ભાગના કુચેકુચા નીકળી ગયા હતા. કારમાં બેઠેલ ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી એકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘવાયેલાની સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ૧૦૮ ની ટીમના પાઈલોટ અને ઈએમટીને કારની અંદરથી અને આજુબાજુથી રોકડા રુપિયા ૫૧૪૩૦, બે મોબાઈલ, એક ઘડીયાલ તથા એક વીટી અને એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. તેઓએ ઘવાયેલા યુવકોના પરિવારને સુપ્રત કર્યા હતા.

સુરત ગામે રહેતા જીજ્ઞેશભાઈ પોપટભાઈ લાખાણી ઉ.વ. ૪૫, ભરતભાઈ ધર્મેશભાઈ દુધેલીયા ઉ.વ. ૫૦, પરેશ કનુભાઈ લુખ્ખી ઉ.વ. ૪૫ સેન્ટ્રો કાર લઈને સૌરાષ્ટ્ર તરફ ગયા હતા. તેઓ શુક્રવારે સાંજે પરત સુરત જવા નીકળ્યા હતા. આ સેન્ટ્રો કાર સવારે ૫-૩૦ કલાકના અરસામાં રવીપુરા ચોકડીથી બાંધણી ચોકડી રોડ ઉપર કાશીયા પુરા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કારચાલકે પુરઝડપે કાર હંકારી આગળ જતા ટ્રેકટરની ઓવરટેક કરતા કાર તેમાં ઘુસી જતા કારના કુરચેકુરચા નીકળી ગયા હતા અને કારમાં બેઠેલા જીજ્ઞેશભાઈ, પરેશભાઈ અને ભરતભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા વિદ્યાનગર ૧૦૮ ના પાઈલોટ સુરેશ રાવળ અને ઈએમટી દીપક રાઠોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૌ પ્રથમ ઘવાયેલા વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી હતી. તેમજ કારમાંથી મળી આવેલા રોકડા રુા. ૫૧૪૩૦ સહિત કિંમતી વસ્તુઓ મળીને ૯૦ હજારની મત્તા ઘવાયેલા યુવકના પરિવારજનોને પરત કરીને માનવતાના દર્શન કરાવ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button