થાઇલેન્ડના રાજાનું અપમાન કરનાર મહિલાને ૪૩ વર્ષની જેલ

બંગકોંક, તા.૨૦
દેશના રાજા આૃથવા રાજાશાહીનું અપમાન કરવા અંગેના નિયમોનું ભંગ કરનાર એક પૂર્વ સનદી અધિકારી મહિલાને અત્રેની એક કોર્ટે અત્યાર સુધી કોઇને કરી ન હોય એવી ૪૩ વર્ષ અને છ મહિનાની સજા કરી હતી, એમ વકીલોએ કહ્યું હતું.
ફેસબુક અને યુટયુબ પર રાજાશાહીની ટીકા મનાતી ઓડિયો ક્લિપ પોસ્ટ કરીને મહિલાએ દેશના લીસ મેજીસ્ટી લોનું ભંગ કરતા બેંગકોક ક્રિમિનલ કોર્ટે મહિલાને દોષિત ઠેરવી હતી.
થાઇ લોયર્સ ગુ્રપ ફોર હ્યુમન રાઇટ્સે આ સજાને વખોડી કાઢી હતી.રાજાશાહીની જાહેરમાં કરાતી ટીકા અને વિરોધ વચ્ચે આ સજા ફટકારવામાં આવી હતી જેને અન્ય માનવાધિકાર જુથોએ પણ વખોડતા કહ્યું હતું કે ‘આજનો કોર્ટનો ચૂકાદો આઘાતજનક છે.
એણે એવા સંકેતો કર્યા હતા કે રાજાશાહીની ટીકા માત્ર સહન જ નહીં કરાય બલકે ટીકા કરનારને સખત સજા પણ કરવામાં આવશે’. કલમ ૧૧૨ તરીકે ઓળખાતો લીસ મેજીસ્ટી લોનું ભંગ કરનારને દર કાઉન્ટ દીઠ ત્રણથી પંદર વર્ષની સજા અપાય છે.
ફેસબુક પર માત્ર લાઇક કરવા જેવી સાદી વાત કરનારને પણ સજા સજા કરવા આ કાયદાનો સહારો લેવાય છ, એવું નથી, બલકે રાજા આૃથવા તો અન્ય કોઇ રસ્તે જનાર પણ પોસ્ટ કરનાર વિરૂધૃધ ફરીયાદ કરી શકે છે જેના કારણે વ્યક્તિને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડે છે.થાઇલેન્ડના પંદર વર્ષના શાસન દરમિયાન આ કાયદાનો રાજકીય બદલો લેવા તેમજ અંગત અદાવતનો વેર વાળવા માટે કેટલાય વખત ઉપયોગ કરાયો હતો. જાે કે અત્યાર સુધી સામાન્ય પ્રજાએ ભાગ્યેજ રાજા આૃથવા તો રાજાશાહીની ટીકા કરી હશે.