એસ.એન.વી. કિડ્સ સ્કુલ, નડિયાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

નડિયાદ, તા. ૨૦
એસ.એન.વી. કિડ્સ સ્કુલ, નડિયાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું યોજવામાં આવ્યો હતો. જેનું આયોજન ખેડા-આણંદ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે રક્તદાન આજના સમયનું સૌથી મોટું દાન છે. જે સંસ્થા રક્તદાનના કેમ્પ યોજે છે, લોકોને આ વિષય પરત્વે જાગૃત કરે છે. તેવી સંસ્થાને અપીલ કરુ છુ કે આ કાર્ય સતત ચાલુ રાખે. તેમણે કોરોનાકાળ દરમ્યાન કાર્ય કરતા શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મહામારી દરમ્યાન શિક્ષણ પ્રક્રિયા ચાલુ રાખી અને સરકારને સહકાર આપ્યો તે બદલ સ્કુલના શિક્ષકો અને આચાર્યોની પ્રશંસા કરી હતી. જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્યું હતું કે, રકતદાન વ્યક્તિને નવજીવન બક્ષે છે. રકત દ્વારા જ શરીરમાં સ્ફર્તિનો અહેસાસ થાય છે. રકત અમૂલ્ય છે અને તેના દ્વારા જ જીવન શકય છે. પરંતુ રકતનું નવ સર્જન ફકત મનુષ્યના શરીરમાં થતું હોવાથી તે મહાદાન છે. જે વ્યક્તિ રકતદાન કરે છે તેના શરીરમાં તેટલી જ ઝડપથી નવા રકતનું નિર્માણ પણ થતું હોય છે. મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ તથા શિક્ષણ અધિકારીઓ અને સંતો હાજર રહ્યા હતા.