કલેક્ટરએ આણંદ જનરલ હોસ્પીટલ ખાતે લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા

આણંદ, તા. ૨૦
કલેકટર આર.જી.ગોહિલે આજે આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલ કોરોના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને હાલ આરોગ્ય કર્મીઓ અને તબીબોને રસીકરણ થઈ રહ્યું છે જિલ્લામાં કુલ છ કેન્દ્રો ઉપર રસીકરણ ચાલી રહ્યું છે અને આજે સાંજ સુધીમાં અંદાજે ૬૦૦ જેટલા આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે તેવુ આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કલેકટર આર.જી.ગોહિલે વેક્સીનેશન કરાવેલ આરોગ્ય કર્મીઓ અને તબીબોની મુલાકાત લઇને અભિનંદન પાઠવ્યા અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં હવેથી દર મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવારે આરોગ્ય કર્મચારીઓને અલગ અલગ કેન્દ્રો ઉપરથી રસીકરણની કામગીરી હાથ ધરાશે. કલેક્ટરએ આણંદ જનરલ હોસ્પીટલ ખાતે લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા
જિલ્લામાં પ્રથમ તબકામાં સો ટકા રસીકરણ થાય તેવી અપેક્ષા છે વધુમાં તેઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં થયેલ રસીકરણથી તમામ તબીબોના પ્રતિભાવો સારા મળી રહ્યા છે આમ જિલ્લામાં રસીકરણને તમામ આરોગ્ય પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આણંદ ઇન્ડિયન મેડિકલ એસો.ના પદાધિકારીઓ અને તબીબો જેમાંથી અગાઉ રસીકરણ કરાવનાર તબીબો સર્વ શ્રી ડો. નિલેશ નાયક અને ડો, ભરત પટેલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમોએ ગત ૧૬ જાન્યુઆરીએ રસી કરણ કરાવ્યા બાદ આજ દિન સુધી અમોને કોઈ જ આડ અસર થઈ નથી અને અમો સંપૂર્ણ સ્વસ્થ છીએ. આજે રસીકરણ જેમનું થયું છે તેવા તબીબો સર્વ શ્રી ડૉ.જયેશ પટેલ રેડીઓલોજીસ્ટ, વર્ષાબેન પટેલ આસી.નર્સ અન્ય રસી લેનાર કર્મીઓએ પણ રસીકરણ કરાવી ખુશી વ્યક્ત કરી અને કોરોનાને હરાવવા માટે રસીકરણ જરૂરી હોવાનું કહ્યું હતું.