આણંદ

જૂલેલાલ મંદિર આણંદમાં સિંધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજા ચઢાવવામાં આવી

આણંદ, તા. ૨૦
સિંધી સમાજની એકતા માટે તથા સમગ્ર ગુજરાત અને ભારતના સિંધી સમાજના લોકો ગમે તેવી આફતના સમયે પણ એક થઈ અને રહે અને સિંધી ભાષાના અસ્તિત્વ માટે અમદાવાદ સિંધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જૂલેલાલ મંદિરમાં સિંધી સમાજની ધ્વજા ચઢાવવામાં આવી હતી. આ ધ્વજા નું વિશેષ મહત્વ તે હતું કે તે સફેદ કલરમાં બનાવવા માં આવી હતી કારણકે સફેદ કલર શાંતી નુ પ્રતીક માનવા માં આવે છે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ફતનાણી,તથા સેક્રેટરી જય દેવનાણી તથા આણંદ સિંધી સમાજના અગ્રણી હરીશભાઈ ખત્રી, રમેશભાઈ મોહનાણી, કનૈયાલાલ ટીકીયાણી તથા ડૉ.મુકેશ આહુજા ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રકાશભાઈ આહુજા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button