ચારૂસેટ હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફ સહિત કોરોના વોરિયર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો

આણંદ, તા. ૨૦
સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં કોવિડ રસીકરણ વેક્સિનેશનનો આરંભ ૧૬મી જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે ત્યારે ચાંગાસ્થિત વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફ વગેરેએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો. આણંદ જિલ્લામાં ૬ સેન્ટરો ઉપર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ દિવસે ફ્રન્ટ લાઇન વોરિયર્સને એટ્લે કે ડોક્ટરો અને મેડીકલ સ્ટાફને રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો હતો. ચારૂસેટ હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફે રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો. જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, બ્લડબેન્કનો સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સ્ટોર, એક્સ-રે વિભાગનો સ્ટાફ, લેબોરેટરી ડાયેટિશિયન સહિત કુલ ૧૭ વ્યક્તિઓએ રસી મુકાવી હતી. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે રસી મુકાવ્યા પછી જણાવ્યું હતું કે રસી મુકાવ્યા પછી તેની કોઈ આડ અસર કે તકલીફ થઈ નથી.