
આણંદ, તા. ૨૦
ડભોઉ ગામે અમીતા રાઈસ મીલ પાસે રહેતી આદિવાસી સગીર વયની કિશોરીનું કોઈ અજાણ્યા શખ્સો અપહરણ કરી લઈ જવા હોવાનો બનાવ સોજીત્રા પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર ડભોઉ ગામે અમીતા રાઈસ મીલ પાસે રહેતા અને મુળ રીયાવણ તાલુકા ધાનપુર જી. દાહોદના જાંબુબેન નરેશભાઈ ગણાવા ખેતમજુરી કરે છે. ગત સોમવારે તેઓની દિકરી સેજલ પોતાના ઘરેથી બહેનપણી આરતીના ઘરે જવાનું કહી નીકળ્યા બાદ બપોરે ત્રણ વાગ્યા સુધી ઘરે પરત નહી આવતા તેમજ તેણીનો મોબાઈલ ફોન સ્વીચઓફ હોય તપાસ કરતા સેજલ ઘરેથી એક જાેડી કપડા અને ૮૦૦ રુા. પોતાની સાથે લઈ ગઈ હોવાનું જણાયું હતું. જેથી કોઈ અજાણી વ્યક્તિ તેણીનું અપહરણ કરી લઈ ગઈ હોવાનું જણાતા આ બનાવ અંગે જાંબુબેન નરેશભાઈ ગણાવાએ સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement