ગુજરાતનડીયાદ

નડિયાદના સોઢપુરમાં જમીન બાબતે મહિલા પર હુમલો

આણંદ, તા. ૨૦
નડિયાદ તાલુકાના સોઢપુર ગામે જમીનના વિવાદમાં ૪ શખસો દ્વારા મહિલાને મારમારી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં, આ મામલે ચકલાસી પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નડિયાદના સોઢપુરમાં રહેતા ગંગાબેન દાદુભાઇ ઉર્ફે બુધાભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) સવારે શાકભાજી લઇને ઘરે જઇ રહ્યા હતા. તેઓ તેમના દિયર લક્ષ્મણભાઇના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમના દેરાણી રંજનબેન અને ભત્રિજા રાજેશે અપશબ્દો બોલી તમે જમીનમાં અમને કેમ ભાગ આપતાં નથી ? તેમ કહીને ઝઘડો કરીને, માર માર્યો હતો. આ સમયે ગંગાબેનના પતિ ત્યાં દોડી આવ્યા હતા અને ગંગાબેનને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઇજાગ્રસ્ત ગંગાબેનને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ગંગાબેનની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે રાજેશ લક્ષ્મણભાઇ રાઠોડ, રંજનબેન લક્ષ્મણભાઇ રાઠોડ તથા લક્ષ્મણભાઇ નરસિંહભાઇ રાઠોડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button