
આણંદ, તા. ૨૦
ખેડા જિલ્લામાં ૬ પોલીસ સબ ઇન્સપેક્ટરોની આંતરીક બદલી કરવામાં આવી છે. જેમાં નડિયાદ શહેર પોલીસ મથકમાં વિવાદ થયા બાદ ઠાસરા મૂકાયેલા પી.એસ.આઇ.ને ફરીથી નડિયાદ મૂકવામાં આવ્યા છે.
ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર.બારૈયાની ઠાસરા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ઠાસરાના વી.એ.શાહની પરત નડિયાદ ટાઉનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કઠલાલ પોલીસ મથકમાં ફરજ બજાવતા જે.કે.રાણાની કપડવંજ રૂરલમાં, નડિયાદ રીડરમાં ફરજ બજાવતા ડી.કે.કટારાની કઠલાલ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત આતરસુંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.જે.રાઠોડની નડિયાદ ટાઉનમાં અને નડિયાદ ટાઉનમાં ફરજ બજાવતા એમ.એમ.દેસાઇની આતરસુંબા બદલી કરવામાં આવી છે.
Advertisement
Advertisement