Breakingગુજરાતનડીયાદ

કપડવંજ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેને ઇજા

કપડવંજ નજીક બે બાઇક વચ્ચે સજાર્યેલા અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ મામલે કપડવંજ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજમાં રહેતા સંજયભાઇ કનુભાઇ તેમના બનેવી સંજયભાઇ કાંન્તિભાઇને લઇને સાલોડ ગામે તેમના સંબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ વડાલીથી હેમતાજીના મુવાડા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે વડાલી પાટિયા નજીક સામેથી આવી રહેલા બાઇક ચાલકે સંજયભાઇની બાઇકને ટક્કર મારતાં તેઓ માર્ગ પર પટકાયા હતા. જેમાં સંજયભાઇને અને તેમના બનેવીને ઇજા થઇ હતી. આ મામલે કપડવંજ રૂરલ પોલીસે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button