આણંદ
નડિયાદ તાલુકાના કણજરી ગામે સાત દિવસથી કુવામાં ખાબકેલી એક બીલાડીને આરઆરએસએ ઈન્ડિયાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને

નડિયાદ તાલુકાના કણજરી ગામે સાત દિવસથી કુવામાં ખાબકેલી એક બીલાડીને આરઆરએસએ ઈન્ડિયાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બીલાડીને બહાર કાઢી હતી. વર્ષો જુના પથ્થરીયા કુવામાં બીલાડી સાત દિવસ અગાઉ પડી ગઈ હતી. જે બહાર આવવા માટે અવાતીયા મારી રહી હતી. ખેતર માલિકે કુવામાં નજર પડતા તેને એનજીઓ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેથી રસ્સા ફાઉન્ડેશનની ટીમના સભ્યોએ ખેતરમાં પહોંચી જઈ ૮૦ થી ૯૦ ફુટ ઉંડા પાણીમાં ગરકાઈ થઈ ગયેલી બીલાડીને બહાર કાઢવા માટે બે થી ત્રણ કલાક સુધી ભારે કવાયત કરીને બીલાડીને બહાર કાઢી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
Advertisement
Advertisement