આણંદ

આણંદ જિલ્લાના ઓડ ખાતે સ્થપાશે નવી ઔદ્યોગિક વસાહત

આણંદ, તા. ૨૩
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને ફાઇવ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા માટે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી લીડ લેવાની સજ્જ છે તેવી નેમ વ્યકત કરતા રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાના ચારૂપ જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો ફાળવણી કરતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રત્યેક જિલ્લાની આગવી પ્રોડક્ટ ડેવલપ થાય અને વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો સંકલ્પ સાકાર થાય તે માટે રાજ્યમાં કારખાના-ઉત્પાદન એકમોને અનુકુળ માહોલ આપી રહ્યા છીએ. મોટા પ્રમાણમાં એમ.એસ.એમ.ઈ એકમોની અનેક લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય તે પ્રકારનું એક ઈકોનોમિકલ સર્કલ ડેવલોપ કરવું છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી ઊદ્યોગ વિકાસને વધુ વ્યાપક બનાવવા રાજ્યના ૮ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી. આ ૮ વસાહતોમાં આણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગો આ તમામને લાભ થશે. મુખ્યમંત્રીએ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી અંદાજે રૂ. ૧૨૨૩ કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૨૦ હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે-એવો મત વ્યક્ત કર્યો હતો.  મુખ્યમંત્રીએ અન્ય મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, સરકારે સ્જીસ્ઈને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરી શેડ્‌સ (બહુમાળી શેડ) બનાવવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ઔદ્યોગી વસાહતો-જી.આઇ.ડી.સી.માં હવે ‘પ્લગ એન્ડ પ્લે’ના ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયા છે. એસ્ટેટમાં આવનાર કારખાનેદાર સીધા પોતાનો મશીન ગોઠવે અને ઉત્પાદન શરૂ કરે તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથેના શેડ સરકારે તૈયાર કર્યા છે.  મુખ્યમંત્રીશ્રીએ વધુંમાં કહ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર ૬ હજાર એમ.એસ.એમ.ઈ યુનિટ હતા. છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રા બાદ આજે રાજ્યમાં ૩૫ લાખ એમ.એસ.એમ.ઈ યુનિટ કાર્યરત છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આર્ત્મનિભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. ગુજરાતના મોરબીનો સિરામિક ઉદ્યોગ એકમાત્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જે ચાઇનાને ઉત્પાદન ક્ષેત્રે હંફાવે છે. ગયા વર્ષે તો મોરબીએ ચાઇનાને જ સિરામિક ઉત્પાદ નિર્યાત કર્યા છે જે ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા દર્શાવે છે

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જીઆઈડીસી એસ્ટેસ્ટમાં સ્થિત ઉદ્યોગોને રો-મટિરિયલ, સ્કિલ્ડ મેનપાવર અને લોજિસ્ટિક સપોર્ટ મળે ઉપરાંત પ્રોપર માર્કેટ પણ ઉપલબ્ધ થાય તે માટે પણ જી.આઇ.ડી.સી. દરકાર કરે છે. રાજ્ય સરકાર જી.આઇ.ડી.સી.ની કાર્યરીતિ-નીતિઓને અવારનવાર રિવ્યું કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.  તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ઝડપથી ર્નિણય લેનારી છે એટલે જ લોકોની અપેક્ષા વધી છે. જે લોકોનું સાંભળે અને જે લોકોના કામ કરે તેના પ્રત્યે જ તો લોકો અપેક્ષા રાખતા હોય છે. અમે જનતાની અપેક્ષાથી ડરનારા લોકો નથી તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ચાઇના જેવા દેશો પાસેથી વસ્તુંની આયાત કરવી ન પડે તે માટે સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત કાયમ વાયબ્રન્ટ રહે અને રાજ્યમાં પર્યાવરણના ભોગે ઉત્પાદનમાં ન થાય તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આ પ્રસંગે પાટણ, આણંદ, વલસાડ, સુરત, વડોદરા, બનાસકાંઠા, મોરબી અને અમદાવાદ જિલ્લામાંથી જી.આઇ.ડી.સી.ના અધિકારીઓ-પદાધિકારીઓ, પાટણ જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઓનલાઇન જાેડાયા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા જી.આઇ.ડી.સી.ના એમ.ડી. એમ. થેન્નારસન ગાંધીનગરથી જાેડાયા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button