આણંદગુજરાત

બોરસદમાં જીવલેણ હુમલો બુકાનીધારી હુમલાખોરોએ યુવકનો હાથ કાપી નાખ્યો, બોરસદ પંથકમાં ભયનો માહોલ

બોરસદમાં દૂધની ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઈ રહેલ યુવક ઉપર પાંચ જેટલા બુકાનીધારી ઈસમોએ તલવાર અને ઘાતક તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકના શરીરના વિવિધ ભાગોએ ધારદાર રીતે હુમલો કરતા યુવકનો હાથ કપાઈને છૂટો પડી જતા ચકચાર મચી હતી.ધંધાદારી ગુંડા જેવા માનસિકતા ધરાવતા નિર્દયી હુમલાખોરો દ્વારા ભર બજારે હુમલો કરતા શહેર અને પંથકમાં ભયનો માહોલ છે. બોરસદ પોલીસ એકદમ હરકતમાં આવી ગઈ છે હુમલા અંગે અને હુમલાખોર બાબતે વિગતો મેળવવા તપાસ આરંભી છે. હુમલાખોરો ના હુમલા થી હારુનમીયા એક્ટિવા ઉપરથી પડી જતા એક્ટિવા ફંગોળાઈ ગયું હતું. હુમલાખોરો ના હુમલા થી હારુનમીયા એક્ટિવા ઉપરથી પડી જતા એક્ટિવા ફંગોળાઈ ગયું હતું. બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં રહેતો હારુનમીયા વજીરમીયા મલેક આજે સવારે મહાદેવ રોડ ઉપર આવેલી દુધની ડેરીમાં દુધ ભરવા ગયો હતો. દુધ ભરીને પોતાનું એક્ટીવા લઈ પરત આવી રહ્યો હતો ત્યારે પાંચ જેટલા અજાણ્યા બુકાનીધારી હુમલાખોરોએ તલવારો અને ઘાતક હથિયારો સાથે હારુનમીયા પર હુમલો જીવલેણ હુમલો કર્યો હતો.આચનક હુમલા ને પરિણામે હારુનમીયા એક્ટીવા મોપેડ સાથે રોડ ઉપર ગયો હતો. અજાણ્યા બુકાનીધારી હુમલાખોરોએ હારુનમીયાના હાથમાં અને પગના ભાગે પુરી તાકાત અને ઝનૂનથી તલવાર અને ઘાતક હથિયારોના ઘા ઝીંકતા યુવકનો ડાબો હાથ કોણીથી કપાઈને છુટો જ પડી ગયો હતો. જ્યારે પગના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ યુવક લોહીલુહાણ થઈ સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો. આ ખતરનાક ઘટનાને લઈ બજારના આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને ઈજાગ્રસ્ત હારુન તરફ દોડવા લાગતા હુમલાખોરો યુવકની હત્યાનો પ્રયાસ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ યુવકને ત્વરીત સારવાર માટે 108 ની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button