Breakingઆણંદગુજરાત

ડાંગરના ભુસાના ભરેલ કોથળાની નીચે સંતાડી વિદેશી દારૂની હેરાફેરી કરતાને આણંદ એલ.સી.બી.એ 27 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમને દબોચ્યો

ગુજરાતમાં દારૂની બદી ફૂલીફાલી રહી છે વાર તહેવાર અને ઈતર દિવસોમાં મોટી રકમના જથ્થા સાથે દારૂની ખેપ પકડાય છે.મોટા પ્રમાણમાં વધી રહેલ વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બુટલેગરી કરી કાયદાને પડકાર આપી રહ્યા છે.દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવા બુટલેગરો અવનવી ટેકનિકો અને તરકીબો અપનાવી તો બીજી તરફ જોકે પોલીસ તંત્ર પણ એટલુંજ એલર્ટ રહી આ તત્વોને ઝડપવા એટલીજ ચપળ સુજબૂજ અપનાવી ગુનેગારોને કાયદાની બેડીઓમાં જકડી રહ્યા છે.આણંદ એલસીબી પોલીસ ને બાતમીના આધારે વાસદ ટોલનાકા પાસે વિદેશી દારૂની હેરાફેરીની મોટી ખેપ ઝડપી છે.

આણંદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીની ટ્રકમાં માં ડાંગરના ભુસાના કોથળા ભરેલ છે. તેની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.જે અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ. પી.એ.જાદવ તથા એલ.સી.બી. સ્ટાફના માણસ પેટ્રોલીંગમાં હતા અને જે ટ્રક વાસદ ટોલ નાકાથી પસાર થનાર હોવાની મળેલ ચોક્કસ માહિતી વાળા સ્થળે વાસદ ટોલનાકાએ પોલીસ જવાનોને વોચમાં ગોઠવ્યા હતા.દરમ્યાન મળેલ બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક વડોદરા તરફથી આવતા ટ્રકને રોકી અને ટ્રક ચાલક નામ પુછતા રમાશંકર ઉર્ફે પપ્પ શેરબહાદુર બીન ભગવાનદીન યાદવ ઉ.વ.40 રહે.નચરૌલા પોસ્ટ માનાપુરા તા.પટ્ટી જી.પ્રતાપગઢ નો હોવાનું જણાવેલ જેને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે ચેક કરતા ડાંગના ભુસા ભરેલ કોથળાઓની નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી હતી. જેથી ડાંગરના ભુસા ભરેલ કથળાઓ નંગ-140 તથા ભારતીય બનાવટના દારૂની પેટીઓ નંગ-550 કુલ બોટલ નંગ-6600 કિ.રૂ.19,80,000/- તથા ટ્રક કિ.રૂ.8,00,000/-, મોબાઇલ તેમજ રોકડ રૂપિયા મળી કુલ્લે રૂ.27,88,000/- નો મુદામાલ કબજે કરી પકડેલ આરોપીની પુછપરછ કરતા આ દારૂ ભરેલ ટ્રક ગોવીંદ રાજમન યાદવ ર. ગામ નીમાપટ્ટી ,જી: પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ નાએ આપેલ હોઇ બંને આરોપીઓ વિરૂધ્ધ વાસદ પો. સ્ટે. પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button