
આણંદ તા.23
તારાપુર સોજીત્રા રોડ બાપા સીતારામ મઢુલી નજીક સવારે એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર બે વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તારાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
તારાપુર ચોકડી પાસે સોજીત્રા રોડ પર આવેલી બાપા સીતારામ મઠુલી નજીક મોટા કલોદરાથી ડાકરો તરફ જતી એસ.ટી.બસ નંબર જીજે 18 ઝેડ 1081 અને બોલેરો પીક અપ નંબર જી જી 04 એ ડબલ્યુ 1093 સામસામે ટકરતાં બોલેરો ગાડીના આગળના ભાગના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. જેમાં કારમાં સવાર બે વ્યકિતઓને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવારવ માટે તારાપુર હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા હતા. જયારે એસટી બસનો આગળનો કાચ અને ડ્રાઇવર સાઇડનું પડખાને નુકશાન થયું છે. આ ધટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. હાલ તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.