ગુજરાતનડીયાદ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક: જાણો શું આપ્યા આદેશ

ખેડા જિલ્લામાં સમાવિષ્ટ કુલ-8 નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા,વસો અને ગળતેશ્વર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તથા કઠલાલ તાલુકા પંચાયતની 10 દાંપટ પેટા ચૂંટણી તેમજ નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા એમ કુલ-5 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી તા. 28-2-2021 ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે આજે નાયબ ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓની બેઠક યોજી હતી. અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું સરળ અમલીકરણ થાય તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે જોવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ખેડા જિલ્લાની 5 નગરપાલિકાઓ માટે કુલ – 271 મતદાન મથકો ફાળવી દેવામાં આવ્યા છે, જ્યારે 8 તાલુકા પંચાયતો માટે 1115 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે. તમામ મથકો પર 28 ફેબ્રુઆરી રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો પુનઃ મતદાનની જરૂર જણાશે તો તે માટે પહેલી માર્ચે પુનઃ મતદાન થઇ શકશે. કોરોનાના સમયમાં ખાસ કાળજીઓ અને વિશેષ સવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે.

Advertisement

તેઓએ આજથી આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને તમામ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે યોજાય તે જોવા સૂચના આપી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ અધિકારીઓએ આદર્શ આચારસંહિતા સહિત લોકશાહીની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમો યોજાય તે જોવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર, નાયબ ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લાના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button